શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં રમઝાન સીઝફાયર રદ કર્યા બાદ સેના ઓપરેશન ઓલઆઉટ શરૂ કરી દીધું છે. પુલવામાના ત્રાલમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. ત્રાલમાં થયેલા આ એન્કાઉન્ટરમાં એક જવાન અને એક સ્થાનીક નાગરિક પણ ઘાયલ થઈ ગયા છે. સેનાને આતંકવાદીઓ છુપાયા હોવાની ગુપ્ત જાણકારી મળતા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ વિસ્તારમાં અન્ય આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. રમઝાન દરમિયાન લગાવેલા સીઝફાયરને રદ્દ કર્યા બાદ ઘાટીમાં સેના ફરી સક્રીય બની ગઈ છે. સૂત્રો અનુસાર, આતંકી આકિબ હયાનાસના ઘરમાં છુપાયા હતા. આકિબ કેટલાક વર્ષ પહેલાજ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો.