શ્રીનગર: શ્રીનગરના બટમાલૂમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ ચાલુ છે. સવારે ચાર વાગ્યાની આસપાસ આ અથડામણ શરૂ થઈ હતી. જેમાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક જવાન શહીદ થઈ ગયો છે. જ્યારે ત્રણની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. તેમને સેના 92 બેઝ હોસ્પિટલમાં દાખલવામાં આવ્યા છે. આતંકીઓ એનકાઉન્કટર સાઈટ પરથી ફરાર થઈ ગયા છે. જ્યારે બે મદદગારોની ધરપકડ કરવામાં આવી છે.

આતંકીઓ હોવાની જાણકારી મળતા સવારે ચાર વાગ્યે સેનાએ બટમાલુમાં ઘેરાબંધી કરી સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું તે દરમિયાન એક ઘરના અંદરથી આતંકીઓએ ફાયરિંગ શરુ કરી દીધી હતી. જેના જવાબમાં સુરક્ષા દળે પણ ફાયરિંગ કર્યું હતું. તે દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો એક જવાન શહીદ થઈ ગયો હતો. હાલમાં તે વિસ્તારની કડક સુરક્ષા કરવામાં આવી છે.