કોલકાતા: કોલકાતામાં રેલી દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા હતા. એનઆરસીના વિરોધને અમિત શાહે કહ્યું કે, મમતા બેનર્જી નથી ઈચ્છતા કે બાંગ્લાદેશી ઘૂસણખોર આસામમાંથી કાઠવામાં આવે. ઘૂસણખોર તૃણમૂલ કૉંગ્રેસના વોટ બેન્ક છે. તેમણે કહ્યું અમારી રેલી માટે પણ વિચ્છેદ નાંખાવામાં આવ્યા. પહેલા રેલીને મંજૂરી આપવામાં આવી નહતી. બાંગ્લા ટીવીના પ્રસારણને રોકવામાં આવ્યું. પરતું મારો અવાજ નહીં દબાવી શકે. હું મમતા બેનર્જીની પાર્ટીને ઉખાડી ફેકવા માટે બંગાળના તમામ જિલ્લામાં જઈશ.


કોલકાતાના મેયો રોડ પર યુવા રેલીને સંબોધિત કરતા અમિત શાહે મમતા સરકાર પર ભ્રષ્ટાચાર અને રાજ્યના લોકોના અધિકાર છીનવી લેવાનો આરોપ લગાવ્યો હતો. એનઆરસી ડ્રાફ્ટના વિવાદ પર અમિત શાહે કહ્યું કે, મમતાજીએ દિલ્હીમાં એનઆરસીનો વિરોધ કર્યો છે. મમતા બેનર્જી નથી ઈચ્છતા કે બાંગ્લાદેશી ઘૂસણખોરોને દેશમાંથી કાઢી મુકવામાં આવે. આ ઘુસણખરો દેશની સુરક્ષા માટે ખતરો છે. તેઓને કાઢવું જોઈએ. કૉંગ્રેસ પણ વોટ બેન્કની રાજનીતિ માટે પોતાનો પક્ષ આ મુદ્દે સ્પષ્ટ નથી કરી રહી, બન્ને પાર્ટીઓએ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ કે તેઓને દેશની સુરક્ષા જોઈએ કે નહીં. શું તેઓ ઈચ્છે છે કે અહીં બોમ્બ ધમાકા થતા રહે.

દેશમાં શરણાર્થિઓ અને તેમની નાગરિકતા વિવાદ પર અમિત શાહે કહ્યું, ટીએમસી અને કૉંગ્રેસે ચૂંટણી પહેલા સ્પષ્ટતા કરવી જોઈએ કે પાકિસ્તાન, બાંગ્લાદેશથી આવેલા હિંદુ, ઇસાઈ શરણાર્થીઓને નાગરિકતા મળવી જોઈએ કે નહીં?

પોતાની જીતનો દાવો કરતા અમિત શાહે કહ્યું કે, આ શ્યામાં પ્રસાદ મુખર્જી, વિવેકાનંદ અને રામકૃષ્ણની ધરતી છે. ધરતી પર અમારો વિજય થશે. બંગાળમાં જ્યા સુધી અમારી સરકાર નથી બનતી આ ભાજપનો વિજય રથ રોકાશે નહીં.