Anantnag Encounter:  શ્રીનગર પછી, શનિવારે (2 ઓક્ટોબર 2024) દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં બે સ્થળોએ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. સુરક્ષા દળોએ કોકરનાગ વિસ્તારમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર કર્યો છે. આ સિવાય અનંતનાગના કચવાનમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે બીજુ એન્કાઉન્ટર થયું હતું. સૂત્રોએ જણાવ્યું કે આ એન્કાઉન્ટરમાં 2 વિદેશી આતંકવાદીઓ (FT) માર્યા ગયા છે. એન્કાઉન્ટર સ્થળ પર ત્રણ આતંકવાદીઓની હાજરીના સમાચાર સામે આવ્યા છે. 19 આરઆર અને 7 પેરા ઓપરેશનમાં રોકાયેલા છે.


 






શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલુ 


આ પહેલા શનિવારે શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ખાનયાર વિસ્તારને ઘેરી લીધો હતો અને સવારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો, ત્યારબાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. અધિકારીઓએ જણાવ્યું કે શ્રીનગરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર ચાલુ છે, પરંતુ હજુ સુધી બંને તરફથી કોઈ જાનહાનિના સમાચાર નથી.


 






જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ વધી 


આ પહેલા સોમવારે (28 ઓક્ટોબર 2024) જમ્મુ અને કાશ્મીરના અખનૂર વિસ્તારમાં આતંકીઓએ સેનાના એક વાહન પર ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ ત્યાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ પછી, વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેના માટે વધારાના સુરક્ષા દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા. ગુલમર્ગ પાસે આતંકવાદીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો, જેમાં બે સૈનિકો અને બે સ્થાનિક મજુરોના મોત થયા. આ હુમલામાં ઘાયલ અન્ય એક સૈનિકનું બીજા દિવસે મૃત્યુ થયું હતું, જેનાથી મૃત્યુઆંક પાંચ થયો હતો. નોંધનિય છે કે, આ આતંકવાદી હુમલાને લઈને રાજકારણ પણ ગરમાયું છે.


આ પણ વાંચો....


વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે