Jammu Kashmir Terrorism: શનિવારે (18 મે) જમ્મુ અને કાશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓએ પૂર્વ સરપંચની ગોળી મારીને હત્યા કરી નાખી. કહેવાય છે કે આતંકવાદીઓએ આ ઘટનાને ટાર્ગેટ કિલિંગ તરીકે અંજામ આપ્યો છે.
મૃતક પૂર્વ સરપંચની ઓળખ એજાઝ અહેમદ શેખ તરીકે થઈ છે. અહેમદ શેખ ભાજપ સાથે જોડાયેલા હતા. પૂર્વ સરપંચ પર ગોળીબાર કરીને આતંકીઓ ભાગી ગયા હતા. દરમિયાન ઘટના બાદ અહેમદ શેખને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ભાજપના નેતા એજાઝ ખાનનું અવસાન થયું
મળતી માહિતી મુજબ, આતંકી હુમલામાં એજાઝ અહેમદ શેખ ખરાબ રીતે ઘાયલ થયા હતા. જોકે, તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ગંભીર ઈજાના કારણે તેનું મોત નીપજ્યું હતું.
બે પ્રવાસીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો
અન્ય એક આતંકી હુમલામાં કાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં બે પ્રવાસીઓ પણ ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદી હુમલામાં જયપુરની એક મહિલા અને તેના પતિ ઘાયલ થયા છે. આ પ્રવાસીઓ પર અનંતનાગ જિલ્લાના યન્નર વિસ્તારમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે બંને પ્રવાસીઓની ઓળખ ફરહા અને તબરેઝ તરીકે થઈ છે. બંનેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલા બાદ પોલીસે આતંકીઓને પકડવા માટે વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.
મહેબૂબા મુફ્તીએ શું કહ્યું?
આ હુમલાઓ પર PDP ચીફ મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કર્યું, 'અમે પહલગામમાં થયેલા હુમલાની નિંદા કરીએ છીએ, જેમાં બે પ્રવાસીઓ ઘાયલ થયા હતા અને ત્યારબાદ શોપિયાંના હુરપોરામાં સરપંચ પર હુમલો થયો. આ હુમલાઓ ચિંતાનો વિષય છે, ખાસ કરીને કાશ્મીરમાં ભારત સરકાર દ્વારા સામાન્ય સ્થિતિના દાવાઓ વચ્ચે.