જમ્મુ કાશ્મીરઃ આતંકવાદીઓએ સોપોરના આરામપોરામાં પોલીસ ને સીઆરપીઆએફની સંયુક્ત ટીમ પર હુમલો કર્યો છે. એબીપી ન્યૂઝને જાણકારી મળી છે કે આ હુમલામાં ત્રણ પોલીસકર્મી શહીદ થાય છે અને ત્રણ સામાન્ય નાગરિકોના પણ મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી છે. કાશ્મીરના આઈજી વિજય કુમારે કહ્યું કે, સોપોરમાં આ હુમલા પાછળ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો હાથ છે.


કહેવાય છે કે હુમલાખોર આતંકીઓને પકડવા માટે સુરક્ષાબળોએ ચારેયબાજુથી આખા વિસ્તારને ઘેરી લીધો છે. સુરક્ષાબળો પર કરાયેલો આ સતત બીજો આતંકી હુમલો છે. શુક્રવારે પણ જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાબળોની એક ચેક પોસ્ટ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. અલગર વિસ્તારમાં CRPF અને પીલોસે એક નાકું બનાવ્યું હતું ત્યાં બપોરના સમયે હુમલો થયો હતો. અજ્ઞાત હુમલાખોરોએ અહીં ભારે ગોળીબાર કર્યો ત્યારબાદ સુરક્ષાબળોએ જવાબી કાર્યવાહી કરી હતી. જવાનોની કાર્યવાહી બાદ હુમલાખોર સ્થળ પરથી ભાગી ગયા હતા.






જમ્મુ-કાશ્મીર પુલવામા જિલ્લાના ત્રાલ બસ સ્ટેન્ડ પર ર જૂન વિવારે સાંજે આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો, જેમાં સાત વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી એક ઇજાગ્રસ્તની હાલત ગંભીર હોવાથી તેમને સૃથાનિક હોસ્પિટલ બાદ શ્રીનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. હાલ સુરક્ષા દળોએ ઘટનાસ્થળેની આસપાસ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.


આ પહેલાં માર્ચમાં લશ્કર-એ-તૈયબાના આતંકીઓએ CRPFની પેટ્રોલિંગ પાર્ટી પર ફાયરિંગ કર્યું હતું. આ હુમલો શ્રીનગરના બહારી વિસ્તાર લવેપોરામાં કરવામાં આવ્યો હતો. હુમલામાં બે જવાનો શહીદ થયા હતા. હુમલામાં 3 જવાનો ઘાયલ થયા હતા. આ પૈકીના એકે સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો.