ચંદીગઢઃ આગામી પંજાબ વિધાનસભા ચૂંટમીમાં શિરોમણી અકાલી દલ અને માયાવતીની નેતૃત્વવાળી બીએસપી એક સાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. કુલ 117 સીટમાંથી 20 સીટ પર બહુજન સમાજવાદી પાર્ટી અને બાકીની 97 સીટ પર શિરોમણી અકાલી દલ ચૂંટણી લડશે. આ જણકારી અકાલી દલના અધ્યક્ષ શુખબીર સિંહ બાદલે પ્રેસ કોન્ફરન્સ કરીને આપી છે.


સુખબીર સિંહ બાદલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, બન્ને પાર્ટીઓના વિચાર દૂરદર્શી છે, બન્ને પાર્ટીઓ ગરીબ ખેડૂત મજૂરોના અધિકારો માટે લડાઈ લડતી રહી છે. આ પંજાબની રાજનીતિ માટે ઐતિહાસીક દિવસ છે.


આ પહેલા, વર્ષ 1996 લોકસભા ચૂંટણીમાં પણ અકાલી દલ અ બીએસપીએ સાથે મળીને ચૂંટણી લડી હતી. ત્યારે બીએસપી સુપ્રીમો કાંશીરામ રાણા પંજાબથી ચૂંટણી જીતી ગયા હતા. સપ્ટેમ્બર 2020માં સંસદની પાસે ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં એનડીએના સાથી પક્ષ અકાલી દલે મોદી સરકારમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો હતો.


નવા કેન્દ્રીય કૃષિ કાયદાઓને લઈને શિરોમણી અકાલી દળ (SAD)એ ગયા વર્ષે ભાજપ સાથે ગઠબંધન તોડી નાંખ્યું હતું. જેના બાદ હવે રાજ્યમાં નવા સમીકરણ જોવામાં આવી રહ્યાં છે.


રાજ્યમાં મોટી સંખ્યામાં દલિત વોટર્સ હોવાને કારણે આ ગઠબંધનને મહત્વનું માનવામાં આવી રહ્યું છે.  આગામી ચૂંટણીમાં સાથે ઉતરવાને લઈને છેલ્લાં કેટલાંક દિવસોથી બંને પાર્ટીઓ વચ્ચે વરિષ્ઠ   સ્તર પર મીટિંગો થઈ રહી હતી.


પંજાબમાં લગભગ 33 ટકા દલિત વોટ છએ અને આ જ મોટી દલિત વોટ બેંક પર અકાલી દળની નજર છે. તે બસપાના સહારે આ દલિત વોટ બેંકને હાંસલ કરી ફરી એક વખત સત્તામાં આવવાની તૈયારીમાં છે. અકાલી દળે દલિત વોટ બેંકને ખાળવા માટે પહેલેથી જ જાહેરાત કરી છે કે જો પ્રદેશમાં અકાલી દળની સરકાર આવશે તો ઉપ-મુખ્યમંત્રી દલિત વર્ગથી હશે.


નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ- સરકાર તરીકે હું કબૂલ કરું છું કે કોરોના પહેલા અમે પણ ઑક્સિજનની આટલી બધી જરૂરિયાત સમજી શક્યા નહોતા