શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે સેનાએ બે અલગ અલગ જગ્યાએ કાર્યવાહી કરતા ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે, કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં આજે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકીઓને સેનાએ ઠાર માર્યા હતા.
આ પહેલા અખનુરમાં પલાવાલા પાસે હથિયારોથી લેસ આતંકીઓનું એક દળ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યું હતું. પરંતુ ત્યાં તૈનાત જવાનોએ જવાબી કાર્યવાહી કરતા આંતકીઓને નિષ્ફળ કર્યા હતા અને એક આંતકીને ઠાર કર્યો હતો. અને તેની પાસેથી હથિયારો પણ જપ્ત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ પાકિસ્તાન તરફથી શુક્રવારે અનેક વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું જેમાં સેનાના ત્રણ જવાન શહીદ થઈ ગયા હતા અને પોર્ટરનું પણ મોત થયું હતું.