અધિકારીઓએ જણાવ્યું કે લશ્કર-એ-તૈયબાના બે પાકિસ્તાની આતંકવાદી બાંદીપોરા જિલ્લાના હાજિન વિસ્તારમાં રાતભર ચાલેલી અથડામણમાં માર્યા ગયા છે. સેનાના અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓએ બે સામાન્ય નાગરિકને બંધક બનાવી લીધા હતા. એકને ગુરુવારે સાંજે બચાવી લીધો હતો પરંતુ અન્ય એક બચાવી શક્યા ન હતા અને તેની અભિયાન દરમિયાન મોત થઈ ગયું હતું. તે 12 વર્ષનો હતો.
ઇમરાન ખાનનો દાવો, પાકિસ્તાનના નેશનલ ડે પર મોદીએ આપી શુભકામના
કાશ્મીરના શોપિયા જિલ્લામાં પણ સુરક્ષા દળોએ જેશ-એ-મોહમ્મદના બે સ્થાનીય આતંકવાદીઓને બે સ્થાનીક આતંકીઓને ઠાર કર્યા હતા. આ પહેલા બારામુલા જિલ્લાના કલંતરામાં ગુરુવારે થયેલી અથડામણમાં બે આતંકી ઠાર કર્યા હતા. આ અભિયાન દરમિયાન એક અધિકારી સહીત ત્રણ જવાનો ઘાયલ થઈ ગયા હતા.
એર સ્ટ્રાઇક પર આપેલા નિવેદનથી વિવાદ થતાં સામ પિત્રોડાએ શું કહ્યું? જુઓ વીડિયો