જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ભૂસ્ખલનના કારણે બે જવાન શહીદ
abpasmita.in | 07 Nov 2019 08:43 PM (IST)
જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલી બરફવર્ષાના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત છે. જ્યારે હિમસ્ખલન તથા સડક દુર્ઘટનામાં બે જવાન સહિત પાંચ લોકોના મોત થયા છે.
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ગુરુવારે એક મોટી સડક દુર્ઘટના સર્જાઈ હતી. ભૂસ્ખલનની ઘટનામાં બે જવાન શહીદ થઈ ગયા હતા. શહીદ જવાન અખિલેશ કુમાર પટેલ મધ્યપ્રદેશના રેવા જિલ્લાના નિવાસી હતા. જ્યારે અન્ય એક શહીદ જવાન ભીમ બહાદુર ઉત્તરાખંડના દહેરાદુનનો હતો. જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલી બરફવર્ષાના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત છે. જ્યારે હિમસ્ખલન તથા સડક દુર્ઘટનામાં બે જવાન સહિત પાંચ લોકોના મોત થયા છે. ભારે બરફવર્ષાના કારણે મુગલ રોડ અને શ્રીનગર-લેહનો રાજમાર્ગ બંધ થઈ ગયો છે.