જનતા કર્ફ્યુ: ગુજરાતમાં જડબેસલાક રસ્તાઓ સૂમસામ, દુકાનો-મોલ બંધ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની મહામારીને લઈ આજે સવારે 7થી રાતે 9 વાગ્યા સુધી જનતા કરફ્યુ પાળવાનું આહવાન કર્યું છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, આવશ્યક સેવાઓથી જોડાયેલા લોકો સિવાય તમામ લોકો ઘરની બહાર ન નીકળે .
એબીપી અસ્મિતા વેબ ટીમ
Last Updated:
22 Mar 2020 05:54 PM
કોરોનાવાયરસના કારણે ગુજરાતમાં મોતનો પહેલો કેસ નોંધાયો છે. સુરતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ એક વ્યક્તિનું મોત થયું છે. કોરોનાના કારણે ગુજરાતમાં મોતનો કિસ્સો નોંધાતાં ખળભળાટ મચ્યો છે. સુરતમાં કોરોનાવાયરસના કુલ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે.
જનતા કર્ફ્યૂની અસર યાત્રાધામ સોમનાથ મંદિરમાં પણ જોવા મળી.શ્રદ્ધાળુઓની ભીડ સાથે જોવા મળતુ મંદિર ખાલીખમ જોવા મળ્યું. શ્રદાળુઓ વગરનું તીર્થધામ પ્રથમ વખત જોવા મળ્યું ખાલી.
સુરતમાં કલમ-144ના જાહેરનામાના ભંગને લઈ ગુનો નોંધાયો છે. વેડ રોડ પર ધાર્મિક કાર્યક્રમ રાખનાર વિરુદ્ધ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે કાર્યક્રમમાં 70થી 80 લોકો એકત્ર થયા હતા.
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ 4 દિવસમાં 18 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જણાવ્યું હતું કે, અમદાવાદમાં 7, ગાંધીનગર-3, કચ્છ-1, વડોદરા-3, રાજકોટ-1 અને સુરતમાં 3 કેસ નોંધાયા છે. આ 18 પોઝિટિવ કેસના નામ જાહેર કરવામાં આવશે.
ભારતમા અત્યાર સુધી કુલ 341 કોરોનાના કેસ સામે આવી ચૂક્યા છે. દેશમાં વાયરસના કારણે 6 લોકોના મોત થઈ ચૂક્યા છે. સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં છે.
જનતા કર્ફ્યુને રાજ્યમાં જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. રાજ્યના મહાનગરો અને નાના શહેરોમાં રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા. ગ્રામીણ વિસ્તારમાં લોકોએ ખેતીવાડીના પણ કામ મૂકીને કાતિલ કોરોનાનો ખાત્મો કરવા માટે બંધ પાળ્યું.
આજે રાજયનું પાટનગર ગાંધીનગર પણ સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે, મોર્નિંગ વોક માટે ભીડ રહેતાં વિસ્તારના રસ્તાઓ આજે સુમસાન છે. સાથે જ વિધાનસભા, સચિવાલયને જોડતો રસ્તો પણ સુમસાન નજર આવી રહ્યો છે.
મુખ્યમંત્રી રૂપાણીના મત વિસ્તાર રાજકોટમાં પણ જનતા કર્ફ્યૂને જબજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. સવારથી જ રાજકોટના રસ્તાઓ સૂમસામ અને દૂકોનો બંધ નજર આવી રહી છે. માત્ર આવશ્યક સેવા સાથે જોડાયેલા લોકો જ બહાર નીકળી રહ્યા છે.
જમ્મુ કાશ્મીરમાં પણ જનતા કર્ફ્યૂની અસર જોવા મળી રહી છે. ડોડામાં રસ્તાઓ ખાલી નજર આવી રહ્યાં છે. માત્ર પોલીસ અને સુરક્ષાદળઓના જવાન જ નજર આવી રહ્યાં છે.
છોટાઉદેપુરમાં PM મોદીના જનતા કર્ફ્યૂના આહવાનમાં લોકો સ્વંયભૂ જોડાયા છે. ફાયર ફાઈટરે સાયરન વગાડી જનતા કર્ફ્યૂનું સિગ્નલ આપ્યું હતું. દુકાન, રસ્તા,રીક્ષા અને બસ સહિત તમામ સેવાઓ બંધ રાખવામાં આવી છે.
વડોદરા શહેર અને જિલ્લાના લોકો ઘરમાં રહી જનતા કર્ફ્યૂને સમર્થન આપી રહ્યા છે. સવારે 7 વાગે તમામ ફાયર બ્રિગેડ અને સરકારી ઈમારતથી એક સાયરન વગાડી લોકોને જનતા કર્ફ્યૂથી કરવામાં અવગત આવ્યામાં આવ્યા હતા.
જનતા કર્ફ્યૂને પગલે ગુજરાતના મોટા મોટા શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં કર્ફ્યૂની અસર જોવા મળી રહે છે.
જનતા કર્ફ્યૂને પગલે ગુજરાતના મોટા મોટા શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં કર્ફ્યૂની અસર જોવા મળી રહે છે.
રાજધાની દિલ્હીમાં પણ જનતા કર્ફ્યૂની અસર જોવા મળી રહી છે. દિલ્હીમાં લગભગ તમામ વિસ્તારોમાં દુકાનો બંધ છે અને રસ્તાઓ સૂમસામ નજર આવી રહ્યાં છે. દિલ્હીમાં મેટ્રો બંધ રાખવામાં આવી છે.
દુનિયાભરના 186 દેશો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. આ ખતરનાક વાયરસની અસર ભારતમાં ઝડપથી વધી રહી છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 315 થઈ ગઈ છે .
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, જનતા કર્ફ્યૂ શરૂ થઈ રહ્યું છે. મારી વિનંતી છે કે તમામ નાગરિકો આ દેશવ્યાપી અભિયાનમાં ભાગી દાર બને અને કોરોના વિરુદ્ધ લડાઈને સફળ બનાવો. આપણું સંયમ અને સંકલ્પ આ મહામારીને પરાજય કરીને જ રહેશે.
બ્રેકગ્રાઉન્ડ
જતના કર્ફ્યૂ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે સવારે 7થી રાતે 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યૂ પાળવાની અપીલના પગલે દેશભરમાં સરવાથી જ કર્ફ્યૂની અસર જોવા મળી રહે છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, આવશ્યક સેવાઓથી જોડાયેલા લોકો સિવાય તમામ લોકો ઘરની બહાર ન નીકળે . આ દરમિયાન કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરની બહાર નહીં નિકળે. સાંજે 5 વાગે પોતાના ઘરોમાં જ તાળી પાડી, થાળી વગાડી, ઘંટી વગાડી એકબીજાનો આભાર વ્યક્ત કરશે અને વાઈરસ સામે લડવામાં એકતા દર્શાવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -