હેક્ટર કેલડ્રોન પહેલા વ્યક્તિ છે જેણે રેમડેસિવીર દવાને લઈને અમેરિકાના ઓરેગોનમાં કોરોનાને હરાવ્યું. ઘણાં દિવસ સુધી આઈસીયૂમાં રહ્યા બાદ હેક્ટર પર રેમડેસિવીર દવાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ જ કારણ છે કે અમેરિકામાં FDA રેમડેસિવીરને ઇમરજ્સી ઉપયોગ કરવા માટે મંજૂરી આપી ચૂક્યં છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે 1 મેના રોજ ખુદ તેની જાહેરાત કરી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું, ‘હું ખુશી સાથે જાહેરાત કરું છું કે ગિલિયડ કંપનીને FDA તરફથી રેમડેસિવીર માટે માન્ય મળી ગઈ છે. આ સારા સમાચાર છે.’ અમેરિકા બાદ રેમડેસિવીરને હવે જાપાને પણ મંજૂરી આપી દીધી છે. રસપ્રદ એ છે કે ચીનની સરકારે પોતાના અભ્યાસમાં રેમડેસિવીર દવાના ઉપયોગને ફગાવી દીધો હતો.
ભારતમાં પણ રેમડેસિવીર પર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. અમેરિકામાં થયેલ સ્ટડીથી જાણવા મળ્યું છે કે રેમડેસિવીરથી બીમારીના ચાર દિવસમાં ઝડપથી ઠીક થઈ જાય છે. સાથે જ મોતનું જોખમ પણ ઓછું હોય છે. આ જ કારણ છે કે રેમડેસિવીર દવાની માગ વિશ્વભરમાં વધી રહી છે.