નવી દિલ્હી: JEE મેઈન્સ અને NEET બાદ JEE Advanceની પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. JEE Advanceની પરીક્ષા ઓગસ્ટમાં યોજાશે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે આ જાણકારી આપી હતી.


રમેશ પોખરિયાલે કહ્યું કે, મને આશા છે કે, તમામ વિદ્યાર્થીઓ ખૂબજ મસ્તી સાથે અભ્યાસ કરી રહ્યાં હશે અને જે તારીખો જાહેર કરવામાં આવી છે તેના પ્રમાણે તૈયારી કરી રહ્યાં હશે.

આ પહેલા JEE મેઈન્સની પરીક્ષા 18થી 23 જુલાઈ અને NEETની 26 જુલાઈએ યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. તારીખો જાહેર થયા બાદ તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાની શંકા દૂર થઈ ગઈ છે અને પોતાની તૈયારી વ્યસ્થિત કરી શકશે.

આ પહેલા કોરોના વાયરસના ખતરાના કારણે કેન્દ્ર સરકારે નીટ પરીક્ષાઓ સ્થગિત કરી દીધી હતી. એપ્રિલ મે માં નીટની પરીક્ષાના એડમિશન કાર્ડ જાહેર કરવાના હતા, પરંતુ જાહેર કરવમાં આવ્યા નથી અને બાદમાં મંત્રાલયે નીટ પરીક્ષાઓ સ્થગિત કરવાની સૂચના જાહેર કરી હતી.

કોરોના સંક્રમણના કારણે હવે વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષાઓ માટે અન્ય શહેરમાં જવું નહીં પડે, JEEની મુખ્ય પ્રવેશ પરીક્ષા સહિત વિબિન્ન શૈક્ષણિક કાર્યક્રમોની પ્રવેશ પરીક્ષામાં આ સુવિધા આપવામાં આવશે.