નવી દિલ્હી: ઘરે-ઘરે જમવાનું પહોંચાડતી ફૂડ ડિલીવરી એપ ZOMATO દારૂની હોમ ડિલીવરી કરવાની તૈયારીમાં છે. દેશભરમાં વધી રહેલી દારૂની માંગને જોતા કંપનીએ નિર્ણય કર્યો છે. અલગ-અલગ રાજ્યોમાં દારૂનું સેવન કરવાની કાનૂની ઉંમર 18થી 25 વર્ષ છે.


એક રિપોર્ટ મુજબ ઝોમેટોના સીઈઓ મોહિત ગુપ્તાએ કહ્યું છે, જો ટેક્નોલોજીની મદદથી દારૂની હોમ ડિલીવરી કરવામાં આવે તો દારૂના વપરાશને પ્રોત્સાહન આપી શકાય છે. Zomatoએ કહ્યું તે દારૂની હોમ ડિલીવરી એજ વિસ્તારમાં કરશે જ્યાં COVID 19મના કેસ ખૂબ ઓછા છે.

લોકડાઉનના કારણે રેસ્ટોરન્ટ બંધ થયા બાદ Zomatoએ ગ્રોસરી ડિલીવરી શરૂ કરી દીધી હતી. જ્યારે હવે દારૂની વધતી માંગને જોતા હવે દારૂની હોમ ડિલીવરી કરવા જઈ રહ્યું છે.

જો તમે કાયદાની દ્રષ્ટિએ જુઓ તો આ સમયે ઘરે દારૂ પહોંચાડવાની કોઈ કાનૂની જોગવાઈ નથી. આલ્કોહોલ ઈન્ડસ્ટ્રી બોડી ઈન્ટરનેશનલ સ્પિરિટ્સ એન્ડ વાઈન્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા સતત પ્રયાસ કરી રહ્યું છે કે દારૂની હોમ ડિલીવરી માટે સરકાર તરફથી મંજૂરી મળી જાય. જો સરકાર મંજૂરી આપે છે તો ટૂંક સમયમાં ઝોમેટો દારૂની હોમ ડિલીવરી શરૂ કરશે.