જેઈઈ મેનના ત્રીજા તબક્કાની પરીક્ષા 20થી 25 જૂલાઈ અને ચોથા તબક્કાની પરીક્ષા 27 જૂલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે યોજાશે. કેંદ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે મંગળવારે સાંજે તારીખોની જાહેરાત કરી છે.  તેમણે જણાવ્યું કે આ વખતે પરીક્ષાનું આયોજન નેશનલ ટેસ્ટિંગ એજન્સી કરશે. કોરોના મહામારીના કારણે કેંદ્રોની સંખ્યા પહેલાની કરતા બેગણી કરવામાં આવી છે. પરીક્ષા દરમિયાન કોરોનાના નિયમોનું કડક પાલન કરવામાં આવશે. 



નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએએ આ વર્ષે જેઈઈ મેન ચાર તબક્કામાં આયોજીત કરવાની જાહેરાત કરી હતી. જેમાં બે તબક્કા ફેબ્રુઆરી અને માર્ચમાં સંપન્ન થઇ ગયા છે. જ્યારે ત્રીજા અને ચોથો તબક્કો એપ્રિલ-મે માં થવાનો હતો. જોકે કોરોનાની મહામારીના કારણે પરીક્ષાઓ સ્થગિત કરવી પડી હતી. કોરોનાના કારણે જેઈઈ એડવાન્સ પરીક્ષા પણ સ્થગિત કરવી પડી હતી.