મનુ શર્માના સારા આચરણને જોતા સજા સમીક્ષા બોર્ડે રજૂઆત કરી હતી. દિલ્હીના ગૃહમંત્રી સત્યેંદ્ર જૈનની અધ્યક્ષતામાં સોમવારે એસઆરબી બેઠકમાં મનુ શર્માને છોડી દેવાની રજૂઆત કરવામાં આવી હતી. મનુ શર્મા દિલ્હીની તિહાડ જેલમાં હતો અને તેને છોડી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ મનુ શર્માને છોડી દેવા માટે સજા સમીક્ષા બોર્ડે પાંચ વખત રજૂઆત કરી હતી પરંતુ તેના પર મંજૂરી નહોતી મળી. જેસિકા લાલની બહેર સબરીના લાલએ પહેલા જ કહ્યું હતું કે જો મનુ શર્માને છોડી દેવામાં આવે તો તેને કોઈ વાંધો નથી. 2006માં મનુ શર્માને જેસિકા લાલની હત્યામાં દોષીત ઠેરવ્યો હતો અને તેને આજીવન જેલની સજા સંભળાવવામાં આવી હતી.
મનુ શર્મા પહેલેથી જ પેરોલ પર બહાર હતો અને હાલમાં જ કોરોના સંકટ દરમિયાન જે દોષિતોને છોડી દેવામાં આવ્યા હતા તેમાં એક મનુ શર્મા પણ હતો.
29 એપ્રિલ, 1999ની રાત્રે દિલ્હીની ટૈમરિંડ કોર્ટ રેસ્ટોરન્ટમાં જાણીતી મોડલ જેસિકા લાલની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. જેસિકા લાલે મનુ શર્માને દારૂ સર્વ કરવાનો ઈનકાર કયો હતો બાદમાં તેને ત્યાં જ ગોળી મારી દેવામાં આવી હતી.