મહારાષ્ટ્રમાં 50 ટકા સુધી વધી શકે છે બસનું ભાડું, MSRTC સરકારને મોકલશે પ્રસ્તાવ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Jun 2020 03:16 PM (IST)
સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન કરવા બસમાં 50 ટકા જેટલી સીટો ખાલી રાખવામાં આવી છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજ્ય સડક પરિવહન એજન્સી MSRTCએ બસ ભાડામાં 50 ટકા વધારવાનો પ્રસ્તાવ રાખ્યો છે. લોકડાઉનમાં બસની ક્ષમતા કરતાં 50 ટકા સીટો ખાલી રાખીને દોડાવવાની મંજૂરી આપવામાં આવી હોવાથી આ પ્રસ્તાવ રાજ્ય સરકારને મોકલવામાં આવનારો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જોકે હજુ સુધી કોઈ ફેંસલો થયો નથી. મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અનિલ પરબે એમએમઆરટીસીના ફન્ટલાઇન શ્રમિકો માટે 50 લાખ રૂપિયાના વીમા કવરની જાહેરાત કરી. આ પહેલા મહારાષ્ટ્ર સરકારે તમામ સરકારી, ખાનગી, આઉટસોર્સ કર્મચારીઓ, સિવિલ સેવકો, હોમગાર્ડ અને આંગણવાડી કર્મચારીઓને 50 લાખ રૂપિયાના વીમા કવર આપવાની જાહેરાત કરી હતી. બસોમાં સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમનું પાલન કરવા રાજ્ય સરકારે બસમાં યાત્રીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે. જેથી ખાલી પડેલી સીટને લઈ ભાડા વધારાની માંગ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સૌથી વધારે મામલા જોવા મળ્યા છે. અહીંયા અત્યાર સુધીમાં 70 હજારથી વધારે મામલા સામે આવી ચુક્યા છે. જ્યારે 2286 લોકોના મોત થયા છે.