Jharkhand Assembly Elections 2024 :    ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી 2024 માટે I.N.D.I.A.ગઠબંધને  આજે મંગળવારે (05 નવેમ્બર)તેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. ગઠબંધનના આ ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. એટલે કે દર વર્ષે રૂપિયા 30 હજાર આપવામાં આવશે.                   

  


આ સાથે રાજ્યમાં 450 રૂપિયામાં સિલિન્ડર અને સરના ધર્મ કોડ આપવાનું વચન આપવામાં આવ્યું છે. ગરીબ પરિવારોને રાશન આપવાનું વચન પણ આપવામાં આવ્યું છે, જેમાં વ્યક્તિ દીઠ સાત કિલો રાશન આપવામાં આવશે.   






મલ્લિકાર્જુન ખડગેએ ઝારખંડનો મેનિફેસ્ટો જાહેર કર્યો   


કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે (5 નવેમ્બર, 2024) સાંજે આ મેનિફેસ્ટોની ઔપચારિક જાહેરાત કરી. કોંગ્રેસ, JMM, RJD અને CPI-Mએ સંયુક્ત રીતે રાંચી, ઝારખંડમાં એક ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો અને જનતાને સાત મોટા અને મહત્વપૂર્ણ વચનો આપ્યા. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સીએમ હેમંત સોરેન અને મહાગઠબંધનના તમામ મોટા નેતાઓ હાજર હતા.    


I.N.D.I.A. બ્લોક ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 સંબંધિત મોટા વચનો આપ્યા છે


1. વ્યક્તિ દીઠ 7 કિલો રાશન અને દર મહિને 450 રૂપિયાનું એલપીજી સિલિન્ડર.
2. અનામત ⁠ST 28%, SC 12%, OBC 27%
3. મહિલાઓને દર મહિને રૂ. 2500.
4. ⁠સરના ધર્મ કોડ.
5. 10 લાખ સરકારી નોકરી, 15 લાખનો આરોગ્ય વીમો.
6. ડાંગરની MSP રૂ 3200 પ્રતિ ક્વિન્ટલ.
7. દરેક જિલ્લામાં એક એન્જિનિયરિંગ કોલેજ, મેડિકલ કોલેજ અને એક યુનિવર્સિટી છે.



કોંગ્રેસ કેટલી બેઠકો પર ચૂંટણી લડશે ?


ઝારખંડમાં કોંગ્રેસ ઝારખંડ મુક્તિ મોરચા (JMM) અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. અહીં કુલ 81 વિધાનસભા બેઠકો છે, જેમાંથી કોંગ્રેસે 30 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે જ્યારે ઝારખંડ મુક્તિ મોરચા 40 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. આ સાથે RJDએ સાત સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. 


ઝારખંડ તેની પાંચમી વિધાનસભા ચૂંટણી માટે તૈયાર છે. આ માટે 13 અને 20 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. જેનું પરિણામ ત્રણ દિવસ બાદ જાહેર કરવામાં આવશે. 23 નવેમ્બરના દિવસે ઝારખંડ ચૂંટણીના પરિણામ સામે આવશે.      


આ રાજ્યમાં સરકારી નોકરીઓમાં મહિલાઓને મળશે 35 ટકા અનામત, કેબિનેટે આપી મંજૂરી