Jharkhand Election 2024: ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવા આવેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર શુક્રવારે (15 નવેમ્બર 2024) રોકવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ક્લિયરન્સના અભાવે રાહુલના હેલિકોપ્ટરને ટેક ઓફ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર મહાગામામાં રોકવામાં આવ્યું છે.






 


કોંગ્રેસનો આરોપ છે કે રાહુલનું હેલિકોપ્ટર લગભગ પોણા કલાક સુધી રોકાયેલું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી પણ આજે ઝારખંડમાં પ્રચાર માટે પહોંચ્યા છે. તેમની ચકાઈમાં જાહેર સભા છે. આ કારણસર રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ટેક ઓફ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.


ઝારખંડમાં રાહુલ ગાંધીએ શું કહ્યું?


ગોડ્ડાના મેહરમામાં ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી અબજોપતિઓની કઠપૂતળી છે. નરેન્દ્ર મોદી એ જ કરે છે જે અબજોપતિઓ કહે છે. ગરીબોના પૈસા છીનવીને મોદીજીએ અબજોપતિઓના 16 લાખ કરોડ રૂપિયા માફ કરી દીધા છે. મહારાષ્ટ્રના ધારાવીમાં 1 લાખ કરોડ રૂપિયાની જમીન પણ અદાણીને સોંપવામાં આવી રહ્યું છે, સત્ય એ છે કે મહારાષ્ટ્રમાં અમારી સરકારને માત્ર જમીન હડપ કરવા માટે પાડવામાં આવી.


રાહુલ ગાંધીએ કહ્યું, આપણી સામે વિચારધારાઓની લડાઈ છે. કોંગ્રેસ પાર્ટી અને ઈન્ડિયા ગઠબંધનના લોકો બંધારણને બચાવવા માટે કામ કરી રહ્યા છે. જ્યારે ભાજપ-આરએસએસ આંબેડકરજીના બંધારણને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી કહે છે કે રાહુલ ગાંધી લાલ કિતાબ પુસ્તક બતાવી રહ્યા છે. મોદીજી- આ પુસ્તકનો રંગ મહત્વપૂર્ણ નથી, તેમાં જે લખ્યું છે તે જરુરી છે.  જો તમે તેને વાંચ્યું હોત, તો તમે લોકોમાં નફરત ન ફેલાવી હોત,બધાને એકબીજા સાથે ન લડાવત.  આપણા બંધારણમાં ભારતના આત્મા છે, દેશનો ઈતિહાસ છે, દલિતો માટે આદર છે, પછાત વર્ગની ભાગીદારી છે, ખેડૂતો અને મજૂરોના સપના છે, છતાં ભાજપ-આરએસએસના લોકો તેને ખતમ કરવા માંગે છે, પરંતુ વિશ્વની કોઈ તાકાત તેને ખતમ નહીં કરી શકે.


આ પણ વાંચો...


BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી