Jharkhand Results : JMM સૌથી મોટી પાર્ટી, ભાજપને મળી 25 બેઠક, ગઠબંધન રચશે સરકાર

ઝારખંડ વિધાનસભા 2019ની ચૂંટણીમાં રાજ્યમાં કુલ 81 બેઠકો પર 1216 ઉમેદવારોએ કિસ્મત અજમાવ્યુ હતું.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 23 Dec 2019 11:31 PM
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ જાહેર થયા હતા. 81 બેઠકો ધરાવતી ઝારખંડ વિધાનસભામાં JMM સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. ભાજપને 25 બેઠક મળી હતી. JMM 30 અને કોંગ્રેસ 16 બેઠક જીત્યા હતા. ઝારખંડ વિકાસ મોર્ચા (પ્રજાતાંત્રિક)ની 3, AJSUની 2 બેઠક પર જીત થઈ હતી. આ ઉપરાંત આરજેડી, એનસીપી, સીપીઆઈ(એમ)ને 1-1 બેઠક મળી હતી. અપક્ષનો 2 બેઠક પર વિજય થયો હતો.
હેમંત સોરેન 28 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે
હેમંત સોરેન 28 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે
ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે સાંજે 10.25 કલાક સુધીમાં 81 પૈકી 75 બેઠકના પરિણામ જાહેર થઈ ગયા છે. ભાજપ 22 બેઠક જીતી ચુક્યું છે, જ્યારે 3 બેઠકો પર આગળ છે. JMM 29 બેઠક જીતી ચુક્યું છે અને 1 પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 13 બેઠક જીત્યું છે અને 3 પર આગળ છે. ઝારખંડ વિકાસ મોર્ચા (પ્રજાતાંત્રિક)ની 3, AJSUની 2 બેઠક પર જીત થઈ છે. આ ઉપરાંત આરજેડી, એનસીપી, સીપીઆઈ(એમ) અને અપક્ષને 1-1 બેઠક મળી છે.
ઝારખંડની જમશેદપુર ઈસ્ટ સીટ પરથી ભાજપના સીએમ રઘુવર દાસને અપક્ષ તરીકે ચૂંટણી લડેતા ભાજપના બળવાખોર નેતા સરયૂ રાયે 15 હજારથી વધુ વોટથી હરાવ્યા.
ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે સાંજે 8.40 કલાક સુધીમાં 81 પૈકી 50 બેઠકના પરિણામ જાહેર થઈ ગયા છે. ભાજપ 17 બેઠક જીતી ચુક્યું છે, જ્યારે 13 બેઠકો પર આગળ છે. JMM 17 બેઠક જીતી ચુક્યું છે અને 13 પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 10 બેઠક જીત્યું છે અને 6 પર આગળ છે. AJSUની 2 બેઠક પર જીત થઈ છે. આ ઉપરાંત આરજેડી, એનસીપી, ઝારખંડ વિકાસ મોર્ચા (પ્રજાતાંત્રિક) અને સીપીઆઈ(એમ)ને 1-1 બેઠક મળી છે.
ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસે રાજીનામું આપ્યું
ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસે રાજીનામું આપ્યું
ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસે રાજીનામું આપ્યું
ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસે રાજીનામું આપ્યું
ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામોની મતગણતરી ચાલી રહી છે. મહાગઠબંધનને સ્પષ્ટ બહુમત મળી રહી છે, જયારે સત્તારૂઢ ભાજપને મોટો ફટકો લાગ્યો છે. ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે સાંજે 8.20 કલાક સુધીમાં 81 પૈકી 40 બેઠકના પરિણામ જાહેર થઈ ગયા છે. ભાજપ 14 બેઠક જીતી ચુક્યું છે, જ્યારે 11 બેઠકો પર આગળ છે. JMM 15 બેઠક જીતી ચુક્યું છે અને 15 પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 8 બેઠક જીત્યું છે અને 8 પર આગળ છે. AJSUની 2 બેઠક પર જીત થઈ છે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને હેમંત સોરેન અને JMM ગઠબંધનને પાઠવ્યા અભિનંદન
ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને હેમંત સોરેન અને JMM ગઠબંધનને પાઠવ્યા અભિનંદન
ઝારખંડ ચૂંટણી પરિણામને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરેલું ટ્વિટ
ઝારખંડ ચૂંટણી પરિણામને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરેલું ટ્વિટ
ઝારખંડના ચૂંટણી પરિણામોથી સ્પષ્ટ થયું કે, લોકો નોન બીજેપી પક્ષો સાથે છે. રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર પછી ઝારખંડના લોકોએ પણ ભાજપને સત્તાથી દૂર રાખી છેઃ શરદ પવાર
ઝારખંડની જનતાએ આપેલા જનાદેશ બદલ તેમનો આભારી છું. મારા પર વિશ્વાસ મુકવા અને સમર્થન કરવા હું લાલુ પ્રસાદ યાદવ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના તમામ નેતાઓનો આભાર માનું છુઃ હેમંત સોરેન
JMMના નેતા હેમંત સોરેને તેમના ઘરે સાયકલ ચલાવી જીતની ઉજવણી કરી.
JMMના નેતા હેમંત સોરેને તેમના ઘરે સાયકલ ચલાવી જીતની ઉજવણી કરી.
વલણો પ્રમાણે ઝારખંડમાં આ વખતે મુખ્યમંત્રી રઘુબર દાસની વિદાય નક્કી છે. મહાગઠબંધનમાંથી હેમંત સોરેન રાજ્યના મુખ્યમંત્રી બની શકે છે. હેમંત સોરેન પહેલા પણ રાજ્યની ગાદી સંભાળી ચૂક્યા છે. અત્યાર સુધીના વલણોમાં બીજેપી 28 અને કોંગ્રેસ ગઠબંધન 41 બેઠકો પર આગળ છે. વળી, જેવીએમ ચાર, આજસૂ પાંચ અને અન્ય ત્રણ પર લીડ બનાવી રહ્યાં છે.
જમશેદપુર ઇસ્ટ બેઠક પરથી મુખ્યમંત્રી રઘુબર દાસ પાછળ ચાલી રહ્યાં છે. આ બેઠક પરથી બીજેપીના બળવાખોર સરયૂ આગળ ચાલી રહ્યાં છે. વળી, મહાગઠબંધન તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર હેમંત સોરેન દુમકા અને બરહેટ બન્ને બેઠકો પરથી આગળ ચાલી રહ્યાં છે.
વલણોમાં કોંગ્રેસ 42 બેઠકો પર પહોંચી ગઇ છે. વળી, બીજેપી માત્ર 28 બેઠકોમાં જ લીડ બનાવી શકી છે. તસવીર હજુ સ્પષ્ટ નથી થઇ, પણ લાગે છે કે આ વખતે ઝારખંડમાં હેમંત સોરેન મુખ્યમંત્રી બનશે. મહાગઠબંધને બીજેપીને રાજ્યમાં પછાડી દીધી છે.
ઝારખંડમાં મુખ્યમંત્રી રઘુબર દાસ જમશેદપુર પૂર્વ બેઠક પરથી માત્ર 342 મતોથી આગળ ચાલી રહ્યાં છે. આ બેઠક પર બીજેપીથી અલગ થયેલા અપક્ષ ઉમેદવાર સરયૂ રાય પાછળ ચાલી રહ્યાં છે. ખાસ વાત છે બીજેપી આ બેઠક પર સતત જીતી રહી છે.
ઝારખંડમાં દરેક મિનીટે બાજી પલટાઇ રહી છે. વલણો પ્રમાણે, કોંગ્રેસ ગઠબંધનને ફરી એકવાર બહુમતી મેળવી લીધી છે. કોંગ્રેસ ગઠબંધનને 41 બેઠકો પર અને બીજેપી 29 બેઠકો પર આગળ ચાલી રહી છે.
વલણોમાં ફરી એકવાર મોટો ઉલટફેર થયો છે. વલણો પ્રમાણે કોંગ્રેસ ગઠબંધન અને બીજેપીની વચ્ચે અંતર વધી ગયુ છે, હવે કોંગ્રેસ ગઠબંધન 40 અને બીજેપી 31 બેઠકો પર આગળ છે. વળી જેવીએમ 3, આજસૂ 3 અને અન્ય ચાર બેઠકો પર આગળ ચાલી રહ્યાં છે.
ઝારખંડમાં અત્યાર સુધી 81 બેઠકોના વલણો આવી ગયા છે. રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાના આસાર છે. વલણો પ્રમાણે, બીજેપી અને કોંગ્રેસ ગઠબંધનની વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. બીજેપી 35 બેઠકો અને કોંગ્રેસ ગઠબંધન 36 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. વળી જેવીએમ ત્રણ અને આજસૂ પણ ત્રણ બેઠકો પર આગળ ચાલી રહ્યાં છે. અન્ય ચાર બેઠકો પર આગળ ચાલી રહ્યાં છે.
વલણોમાં હવે બીજેપી અને કોંગ્રેસ ગઠબંધનની વચ્ચે અંતર ઓછુ થતુ દેખાઇ રહ્યું છે, હાલ બીજેપી 32 અને કોંગ્રેસ ગઠબંધન 37 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. અન્યના ખાતામાં ચાર બેઠકો દેખાઇ રહી છે.
વલણોમાં બીજેપીની બેઠકો ફરીથી વધી રહી છે, બીજેપી હવે 30 પર પહોંચી ગયુ છે, એટલે રાજ્યમાં ટક્કર દેખાઇ રહી છે. અન્ય પાર્ટીઓમાં જેવીએમ ત્રણ અને આજસૂ બે બેઠકો પર આગળ ચાલી રહ્યાંછે. અન્ય પણ ચાર બેઠકો પર આગળ છે.
શરૂઆતી વલણો બાદ કોંગ્રેસ ગઠબંધનો બહુમતીનો આંકડો પાર કરી લીધો હતો. પણ હવે કોંગ્રેસ ગઠબંધન પાછળ આવ્યુ છે અને 37 બેઠકો પર પહોંચી ગયુ છે.
શરૂઆતી વલણોમાં બીજેપી હવે થોડી લીડ બનાવતી દેખાઇ રહી છે. બીજેપી હવે 25 બેઠકો પર આગળ છે. વળી કોંગ્રેસ ગઠબંધન 40 બેઠકો પર આગળ છે, એટલે કે કોંગ્રેસ હવે બહુમતીથી એક બેઠક પાછળ છે.
શરૂઆતી વલણોમાં કોંગ્રેસ ગઠબંધનને બહુમતી મળી ગઇ છે, કોંગ્રેસ ગઠબંધન હાલ 41 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, વળી સત્તાધારી પાર્ટી બીજેપી 21 બેઠકો પર આગળ છે. જેવીએમ 3, આજસૂ 3 અને અન્ય પણ ત્રણ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.
અત્યાર સુધીના વલણો અનુસાર, સત્તાધારી બીજેપીનો મોટો ઝટકો લાગી રહ્યો છે. કોંગ્રેસ ગઠબંધન 24 બેઠકો પર આગળ અને બીજેપી 11 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.
દુમકામાંથી પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન આગળ ચાલી રહ્યાં છે. વળી ખુંટીથી બીજેપીના નીસકંડ મુંડા આગળ ચાલી રહ્યાં છે. બીજેપી 10 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે કોંગ્રેસ ગઠબંધન 19 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.
ઝારખંડમાં શરૂઆતી વલણોમાં કોંગ્રેસ ગઠબંધન 14 બેઠકો પર આગળ અને બીજેપી 4 બેઠકો પર આગળ છે. ડુમરીમાંથી જેએએમ જગન્નાથ મહતો આગળ ચાલી રહ્યાં છે. વળી કોડરમાંથી મંત્રી નીરા યાદવ પાછળ ચાલી રહ્યાં છે.
ઝારખંડની 81 વિધાનસભા બેઠકો પર આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી ચાલુ છે, સૌથી પહેલા પૉસ્ટલ બેલેટની ગણતરી શરૂ થશે અને બાદમાં ઇવીએમની. ઇવીએમની ગણતરી પુરી થયા બાદ દરેક વિધાનસભામાંથી 5-5 બૂથના વીવીપેટ સાથે ઇવીએમનું મેચ કરવામાં આવશે.
ઝારખંડ ચૂંટણીના વલણો આવવાના શરૂ થઇ ગયા છે, ઝારખંડ મુક્તિ મોરચા એક બેઠક પર આગળ
ઝારખંડ વિધાનસભા 2019ની ચૂંટણીમાં રાજ્યમાં કુલ 81 બેઠકો પર 1216 ઉમેદવારોએ કિસ્મત અજમાવ્યુ છે. અહીં એબીપી અસ્મિતા પર ચૂંટણીની પળેપળની અપડેટ મળતી રહેશે.

બ્રેકગ્રાઉન્ડ

રાંચીઃ  ઝારખંડ વિધાનસભા 2019ની ચૂંટણીમાં રાજ્યમાં કુલ 81 બેઠકો પર 1216 ઉમેદવારોએ કિસ્મત અજમાવ્યુ હતું.  જે પૈકી બે સીટ પરથી ચૂંટણી લડેલા JMM નેતા અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર હેમંત સોરેનનો બંને સીટ પરથી ભવ્ય વિજય થયો હતો.  જ્યારે વર્તમાન સીએમ રઘુવર દાસને ભાજપના જ બળવાખોર નેતા અને અપક્ષ તરીકે ચૂંટણી લડેલા સરયૂ રાયે 15,000થી વધારે મતથી હાર આપી હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.