Money Laundering Case: ઝારખંડના ખાણ ખનીજ વિભાગના સચિવ પૂજા સિંઘલની ઇડી દ્ધારા ધરપકડ કરવામાં આવી છે. સિંઘલ બુધવારે સતત બીજા દિવસે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ મનરેગા ફંડની કથિત ઉચાપત અને અન્ય આરોપો સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસમાં હાજર થયા હતા. પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. હવે તેમને ગુરુવારે રાંચીની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એજન્સીએ તેમના બિઝનેસમેન પતિ અભિષેક ઝાનું નિવેદન પણ નોંધ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂજા સિંઘલના પતિની પણ ધરપકડ થઈ શકે છે. 






આ કેસમાં EDએ  સાત મેના રોજ CA સુમન કુમારની ધરપકડ કરી હતી. સુમન કુમારની તેના પરિસરમાંથી 17 કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. તે 11 મે સુધી EDની કસ્ટડીમાં છે. કુમાર IAS ઓફિસર પૂજા સિંઘલ અને તેમના પરિવાર સાથે પણ સંબંધિત છે અને તેમના નાણાકીય સલાહકાર પણ છે. 


ઇડી અનુસાર પૂજા સિંઘલ અને તેના પતિને તેમના બેંક ખાતામાં પગાર ઉપરાંત 1.43 કરોડ રૂપિયાની રોકડ રકમ મળી હતી. સિંઘલને આ રકમ રાજ્યના વિવિધ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે તેમની પોસ્ટિંગ દરમિયાન મળી હતી.  એજન્સીએ આ કેસના સંબંધમાં કોલકાતામાં પણ ફરીથી દરોડા પાડ્યા હતા. સિંઘલ અને અન્યો સામે EDની તપાસ મની લોન્ડરિંગ કેસથી સંબંધિત છે જેમાં ઝારખંડ સરકારના ભૂતપૂર્વ એન્જિનિયર રામ બિનોદ પ્રસાદ સિન્હાની 17 જૂન, 2020 ના રોજ પશ્ચિમ બંગાળમાંથી એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એજન્સીએ પીએમએલએ હેઠળ નોંધાયેલી સ્ટેટ વિજિલન્સ બ્યુરોની એફઆઈઆરનો અભ્યાસ કર્યા બાદ 2012માં સિંહાની ધરપકડ કરી હતી.


 સિંહા સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની ફોજદારી કલમો હેઠળ છેતરપિંડી અને ભ્રષ્ટાચાર સંબંધિત જાહેર નાણાંના કથિત દુરુપયોગ માટે કેસ નોંધવામાં આવ્યો હતો. સિન્હાએ 1 એપ્રિલ, 2008થી 21 માર્ચ, 2011 સુધી જુનિયર એન્જિનિયર તરીકે નોકરી કરતી વખતે આ નાણાં પોતાના નામે તેમજ પરિવારના સભ્યોના રોકાણ કર્યા હતા. 


EDએ આરોપ મૂક્યો હતો કે સિંઘલ પર 2007 અને 2013 વચ્ચે ચતરા, ખૂંટી અને પલામુના ડેપ્યુટી કમિશનર/જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા સમયગાળા દરમિયાન "અનિયમિતતાઓ કરવા"ના આરોપો મૂકવામાં આવ્યા છે.