Jharkhand Politics: ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ થઈ છે. હેમંત સોરેને સીએમ પદેથી રાજીનામું આપી દીધા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. રાંચીમાં સીએમ આવાસની બહાર ભારે સુરક્ષા દળો તૈનાત છે. આ ઉપરાંત ડીજીપી અને પ્રિન્સિપલ સેક્રેટરી પણ સીએમ આવાસ પર પહોંચી ગયા છે. કથિત જમીન કૌભાંડમાં EDની ટીમ તેની ઘણા કલાકો સુધી પૂછપરછ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે રાંચીમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની પૂછપરછ કરી રહી. આ પૂછપરછને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી આવાસ અને રાજભવનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આખા શહેરમાં 2000 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.


 






ચંપાઈ સોરેન ઝારખંડના નવા સીએમ બનશે


 






સૂત્રોના જણાવ્યા અનુસાર ચંપાઈ સોરેન ઝારખંડના નવા મુખ્યમંત્રી બની શકે છે. તેઓ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા છે. ઝારખંડના મુખ્યમંત્રી પદને લઈને હેમંત સોરેનના પરિવારમાં ચાલી રહેલા ઝઘડા બાદ એક નવું નામ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે મંત્રી ચંપાઈ સોરેનનું નામ સામે આવ્યું છે. ચંપાઈ હાલમાં હેમંત સોરેનની સરકારમાં મંત્રી છે. તેઓ સરાયકેલા વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયા છે.


આ પહેલા મંગળવારે સીએમ સોરેન 40 કલાક બાદ અચાનક દિલ્હીથી રાંચી પહોંચ્યા હતા. સોરેને દિલ્હીથી રાંચી સુધી 1250 કિલોમીટરથી વધુ સડક માર્ગે મુસાફરી કરી હતી. અહીં તેઓ ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતાઓ અને સહયોગી ધારાસભ્યોને મળ્યા. આ બેઠકમાં સીએમ સોરેનની પત્ની કલ્પના સોરેન પણ હાજર હતી. જો કે તે ધારાસભ્ય નથી. જેએમએમનું કહેવું છે કે બેઠકમાં વધુ વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી છે. બેઠકોમાં, ધારાસભ્યોએ હેમંત સોરેન સરકાર સાથે એકતા વ્યક્ત કરી અને કોઈના નામ વગર સમર્થનના પત્ર પર સહી પણ કરી. 


અગાઉ મંગળવારે આ કેસમાં નાટકીય વળાંક જોવા મળ્યો જ્યારે હેમંત સોરેન અચાનક ગાયબ થઇ ગયા હતા.  આ પછી તેમની શોધ ફરી શરૂ થઈ. પરંતુ સાંજ સુધીમાં તેઓ રાંચીમાં પોતાના ધારાસભ્યો સાથે બેઠક કરતા જોવા મળ્યા હતા. ભાજપના એક નેતાએ ગુમ થવાનું પોસ્ટર પણ લગાવ્યું હતું.