રિલાયન્સ JIOના અલગ-અલગ ગ્રાહકોની જરૂરિયાત મુજબ અલગ અલગ રિચાર્જ પ્લાન છે. જિયોના સસ્તા પ્લાનની શરૂઆત 129 રૂપિયાથી થાય છે. જો આપ આવા જ કોઇ સસ્તા પ્લાનની શોધમાં હો તો જિયો પાસે એવા અનેક રિચાર્જ પ્લાન છે. જેમાં માત્ર દિવસના 5 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં ફ્રી કોલ અને ડેટાનો ફાયદો મેળવી શકો છો. તો જાણીએ જિયોના કયા પ્લાનમાં એક દિવસનો 5 રૂપિયાથી પણ ઓછો ખર્ચ થઇ શકે છે.
જિયોના આ પ્લાનમાં દિવસનો ખર્ચ માત્ર 3.86 રૂપિયા
રિલાયન્સ જિયોની પાસે રૂપિયા 1,299 રૂપિયાનો સૌથી વ્યાજબી રિચાર્જ પ્લાન છે. આ પ્લાનમાં યુઝર્સને 336 દિવસની વેલિડીટી મળે છે એટલે કે, આ પ્લાનમાં 11 મહિનાની વેલિડિટી મળે છે. જો ગણતરી કરીને જુઓ તો આ પ્લાનમાં દિવસનો ખર્ચ માત્ર 3.86 રૂપિયા થાય છે. આ પ્લાનમાં કોઇપણ નેટવર્ક સાથે અનલિમિટેડ કોલિંગનો ફાયદો છે. આ પ્લાનમાં 24GB ડેટા અને 3600 SMS મોકલવાની પણ સુવિધા છે. આ સાથે જિયો એપ્સ અને કોમ્પ્લીમેન્ટ્રરી સબ્સક્રિપ્શન પણ મળે છે.
જિયોના આ પ્લાનમાં એક દિવસનો ખર્ચ4.6 રૂપિયા
129 રૂપિયાવાળો પ્લાન, આ જિયોનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન છે. 129 રૂપિયાના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં દિવસનો ખર્ચ 4.6 રૂપિયા થાય છે. આ પ્લાનમાં પણ અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. આ પ્લાનમાં યુઝર્સને 2GB ડેટા મળે છે. આ સિવાય આ પ્લાનમાં ફ્રી 300 SMS મોકલવાની સુવિધા મળે છે. આ સાથે જિયો એપ્સ અને કોમ્પ્લીમેન્ટ્રરી સબ્સક્રિપ્શન પણ મળે છે.
jioનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, માત્ર 129 રૂપિયામાં મેળવો અનલિમિટેડ કોલિંગ અને અનેક ફાયદા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Feb 2021 12:16 PM (IST)
રિલાયન્સ JIOના અલગ-અલગ ગ્રાહકોની જરૂરિયાત મુજબ અલગ અલગ રિચાર્જ પ્લાન છે. જિયોના સસ્તા પ્લાનની શરૂઆત 129 રૂપિયાથી થાય છે. જો આપ આવા જ કોઇ સસ્તા પ્લાનની શોધમાં હો તો જિયો પાસે એવા અનેક રિચાર્જ પ્લાન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -