નવી દિલ્લી: જમ્મુ-કશ્મીરમાં હિંસા કાબુમાં લાવવા માટે આજે રાજ્યની મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી દિલ્લીમાં પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરવાના છે. મહેબૂબા મુફતી ગઇકાલે રાત્રે દિલ્લી પહોંચ્યા હતા.


ઉલ્લેખનીય છે કે હિઝબુલ કમાંડર બુરહાન વાનીના એન્કાઉન્ટર પછી કશ્મીરમાં માહોલ ખરાબ છે. ત્યાં છેલ્લા 2 મહિનાથી હિંસા ભડકી છે. બુરહાન વાનીની મોત પછી કશ્મીરમાં સેના અને આમ જનતા વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. જમ્મુ-કશ્મીરમાં દરરોજ ક્યાંકને ક્યાંકથી પથ્થરમારો, ગોળીબારી કે અન્ય પ્રકારની હિંસાની ખબર આવતી જ હોય છે. શ્રીનગર છેલ્લા 50 દિવસથી બંધ છે.

કશ્મીરની સ્થિતિ પર પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી રાજનાથ સિંહ અને વિપક્ષના નેતાઓ સહિત દરેક રાજકીય પાર્ટીઓ પોતાની ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે. તેમ છતા હજુ સુધી કશ્મીરમાં હિંસા શાંત નહોતી થઇ.