નવી દિલ્લીઃ રિયો ઓલંપિકમાં ભારતીય ખેલાડીઓના કમજોર પ્રદર્શનને જોતા મોદી સરકારે ભવિષ્યની યોજના બનાવવાનું શરૂ કરી દીધું છે.. શુક્રવારના PM મોદીએ આગામી ત્રણ ઓલંપિક ખેલ 2020, 2024 અને 2028 માટે ટાસ્ક ફૉર્સના ગઠનનું એલાન કર્યું છે. રિયો ઓલંપિકમાં ભારતે એક સિલ્વર મેડલ સહિત માત્ર 2 મેડલથી જ સંતોષ માનવો પડ્યો હતો. એવામાં હવે ટાસ્ક ફૉર્સ ઓલંપિક માટે ખેલ સુવિધા, ટ્રેનિંગ પસંદગી પ્રક્રિયા અને અન્ય મામલા પર કામ કરશે.