સેનાને શ્રીનગરના લવેપોરા વિસ્તારમાં આતંકીઓ હોવાની માહિતી મળી હતી. ત્યાબાદ સુરક્ષાદળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન અભિયાન ચલાવ્યુ હતુ. વિસ્તારની ઘેરબંદી કરી દીધી હતી. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. બાદમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા, આ અથડામણમાં સીઆરપીએફનો એક જવાન પણ શહીદ થયો હતો, જેની ઓળખ રમેશ રાજન તરીકે થઇ છે.
સીઆરપીએફ અનુસાર, અથડામણમાં બે આતંકીઓને ઘટનાસ્થળ પર જ ઠાર કરવામાં આવ્યા હતા. જ્યારે એક ઘાયલ થઇ ગયો હતો. ઘાયલ આતંકીએ હૉસ્પીટલમાં દમ તોડ્યો હતો.
આતંકીએ વિરુદ્ધ આ ઓપરેશન સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસે સાથે મળીને કર્યુ હતુ. માર્યા ગયેલા ત્રણે આતંકીઓમાંથી બેની ઓળખ થઇ હતી.