અમેરિકાને આજે તેના બિગ બોસ મળી જશે. આજે વાજતે ગાજતે બાઇડન વ્હાઇટ હાઉસ પહોંચશે.  શપથ સમારોહ અમેરિકન સંસદમાં બુધવારે  બપોરે 12 કલાકે યોજાશે. ભારતીય સમય મુજબ સમારોહ  10.30 વાગે યોજાશે. જો બાઈડન  35 શબ્દોમાં શપથ લેવાના છે.

શું હશે શપથના શબ્દો

"I do solemnly swear (or affirm) that I will faithfully execute the Office of President of the United States, and will to the best of my Ability, preserve, protect and defend the Constitution of the United States."

"હું નિષ્ઠાપૂર્વક શપથ લઉં છું કે, હું સંપૂર્ણ વફાદારીથી મારા કર્તવ્યને નિભાવીશ, હું મારા કાર્યકાળ દરમિયાન દેશ બંધારણ અને દેશની સુરક્ષા માટેની મારી ફરજને સંપૂર્ણ  સમર્પણ ભાવથી નિભાવીશ"

કોરોના કાળના કારણે શપથ સમાહોરનું ભવ્ય આયોજન જોવા નહીં મળે. આ વખતે શપથ સમારોહમાં માત્ર 1000 લોકો જ હાજર રહેશે. શપથ સમારોહમાં પરેડ પણ વર્ચ્યૂલ યોજાશે