સેક્ટર 45 સહરપુર નિવાસી ચંદન કુમારે કહ્યું કે, છેલ્લા વર્ષે એક ઓગસ્ટના રોજ તેમની પાસે કોલ આવ્યો હતો. અનૂપ ગુપ્તા નામના કોલરે પોતાનો જોબ પોર્ટલનો કર્મચારી ગણાવ્યો હતો. આઇટી કંપની માટે કોન્ફ્રન્સ કોલ માટે ઇન્ટરવ્યૂ પણ કરવામાં આવ્યો હતો અને બાદમાં જોઇનિંગ લેટર મોકલ્યા બાદ પ્રોસેસિંગ ફી તરીકે એક લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા.
એટલું જ નહી બાદમાં રાજેન્દ્રસિંહ શેખાવતના નામના એક વ્યક્તિએ પોતાને એચઆર ગણાવી 25 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં ઠગોએ 70 હજાર રૂપિયા માંગ્યા હતા. કેનેડામાં જોબ લગાડવાના નામ પર ફરીથી 15 લાખ રૂપિયા લીધા હતા. સુભાષ અને આદિત્યના ખાતામાં ચંદને આ રૂપિયા જમા કરાવ્યા હતા. બાદમાં તમામે પોતાના નંબર બંધ કરી દીધા. એસએચઓ નીરજ મલિકે કહ્યુ કે, કેસ દાખલ કરી તપાસ કરવામાં આવી રહી છે.