ઉત્તર પ્રદેશના પ્રયાગ અને બનારસ સહિત આસપાસના જિલ્લામાં ભારે વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું છે. યુપી સરકારે આપેલા નિવેદન અનુસાર વરસાદના કારણે મકાન ધરાશાઈ, વૃક્ષો પડવાથી કે સાંપના ડંખના કારણે લોકોના મોત થયા છે. આ સિવાય દિવાલો ધરાશાઈ થવાના કારણે પણ લોકોના મોત થયા છે.
બિહારમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં શુક્રવારથી પડી રહેલા સતત વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. જેના કારણે વાહનવ્યવહાર, આરોગ્ય સેવા અને શાળાઓ પ્રભાવિત થઈ છે. પાટનગર પટનાના રસ્તાઓ પર બે થી ચાર ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. હવામાન વિભાગે પટનામાં 30મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે.