Delhi Excise Policy Row:  દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે તેમને ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી મેસેજ મળ્યો છે. તેમણે એક ટ્વિટમાં દાવો કર્યો છે કે ભાજપે તેમને AAP તોડીને પાર્ટીમાં સામેલ થવાની ઓફર કરી હતી. ટ્વીટમાં સિસોદિયાએ દાવો કર્યો છે કે બીજેપીએ તેમને મોકલેલા મેસેજમાં કહ્યુ હતું કે જો તેઓ આમ કરશે તો CBI-EDના કેસ બંધ કરી દેવામાં આવશે.






AAP નેતાએ ટ્વીટ કર્યું હતું કે મને ભાજપનો મેસેજ મળ્યો છે. "AAP" તોડો અને ભાજપમાં જોડાઓ, CBI EDના તમામ કેસ બંધ કરાવી દેવાશે. ભાજપને મારો જવાબ- હું મહારાણા પ્રતાપનો વંશજ છું. હું રાજપૂત છું, માથુ કપાવી દઇશ. પરંતુ ભ્રષ્ટાચારીઓ સામે ઝૂકીશ નહીં. મારી સામેના તમામ કેસ ખોટા છે. તમારે જે કરવું હોય તે કરો.






AAP નેતાએ આ દાવો એવા સમયે કર્યો છે જ્યારે દિલ્હીમાં નવી એક્સાઈઝ પોલિસીના સંબંધમાં તેમની વિરુદ્ધ સીબીઆઇ તપાસ ચાલી રહી છે. તે આ કથિત કૌભાંડમાં મુખ્ય આરોપી છે. સીબીઆઈએ આ કેસમાં લગભગ 13 સ્થળો પર દરોડા પાડ્યા અને ઘણા દસ્તાવેજો જપ્ત કર્યા હતા. ભાજપનો દાવો છે કે આ એક્સાઈઝ પોલિસી દ્વારા આમ આદમી પાર્ટીને તેના નજીકના લોકોને ફાયદો થયો, જેના કારણે દિલ્હી સરકારને આર્થિક નુકસાન થયું છે.


ભાજપે ગંભીર આક્ષેપો કર્યા હતા


દિલ્હી બીજેપી ચીફ આદર્શ ગુપ્તાએ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં AAP નેતા પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે "સ્વતંત્ર ભારતમાં પહેલીવાર એવું જોવા મળ્યું છે કે તે શિક્ષણ પ્રધાન છે અને તે દારૂમંત્રી છે. કેજરીવાલ સરકારની નવી આબકારી નીતિ નથી. આ એક પાપ નીતિ છે, આ ભ્રષ્ટ નીતિ છે, આ એક અત્યાચારી નીતિ છે."


બીજેપી પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું હતું કે આજે અરવિંદ કેજરીવાલ મોડલનો અર્થ છે - અરવિંદ કેજરીવાલની ભ્રષ્ટાચારની ગેરંટી ISI માર્કની ગેરંટી કરતાં મોટી છે. બે રાજ્યોમાં AAPની સરકાર, બે આરોગ્ય મંત્રી, બંને ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં છે. અરવિંદ કેજરીવાલની સરકારમાં 100% ભ્રષ્ટાચાર છે.