ભોપાલઃ મધ્યપ્રદેશના ભોપાલમાં આજે કોરોના વાયરસનો બીજો પોઝિટિવ કેસ સામે આવ્યો હતો, રવિવારે કોરોના પોઝિટવ યુવતીના પિતામાં પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. યુવતીના પિતા પત્રકાર છે. ખાસ વાત એ છે કે 20 માર્ચના રોજ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે પ્રેસ કોન્ફરન્સમાં તેઓ સામે થયા હતા. જેમાં કમલનાથે રાજીનામાની જાહેરાત કરી હતી.

પત્રકારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કમલનાથે પોતાને આઇસોલેટ કર્યા છે. સીએમ હાઉસમાં થયેલી પ્રેસ કોન્ફરન્સમાં દિગ્વિજય સિંહ, કોગ્રેસના તમામ ધારાસભ્યો અને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સહિત લગભગ 200 પત્રકારો હાજર હતા.

ઇન્દોર અને ઉજૈજનમાં પણ કોરોના વાયરસના દર્દી મળ્યા છે. સ્થાનિક રિપોર્ટ અનુસાર, ભોપાલ અને જબલપુર બાદ ગ્વાલિયર અને શિવપુરીમાં કોરોના પોઝિટિવ કેસ મળ્યો છે. આ અગાઉ ભોપાલ અને જબલપુરમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યું હતું.