મિઝોરમમાં એક પાદરીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યના સ્વાસ્થ્યમંત્રી આર લલથંગલિયાનાએ આ વાતની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે પાદરી એમ્સટર્ડમના નીધરલેન્ડ ગયા હોવાની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. પાદરીની ઉંમર 50 વર્ષ બતાવવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં અત્યાર સુધી વાયરસથી સંક્રમિત 562 પોઝિટિવ કેસની પુષ્ટી થઈ છે. આ જીવલેણ વાયરસના કારણે અત્યાર સુધી ભારતમાં 11 લોકોના મોત થઈ ચૂક્યા છે. તેની વચ્ચે સારા સમાચાર એ છે કે, 40 લોકો રિકવર થઈ ચુક્યા છે. કોરોનાની સ્થિતિને જોતા 14 એપ્રિલ સુધી દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.