નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. ભાજપે પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય મહામંત્રી, રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન), રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી તથા રાષ્ટ્રીય પ્રવક્તા સહિત અનેક મહત્વના પદોમાં બદલાવ કરીને નવા ચહેરાને તક આપી છે. ગુજરાતમાંથી સાંસદ ભારતીબેન શિયાળની જેપી નડ્ડાની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. યુવા મોરચાના પ્રમુખ તરીકે તેજસ્વી સૂર્યાની વરણી કરાઈ છે, જ્યારે મુકુલ રોયને નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બીજેપીના કેન્દ્રીય પદાધિકારીઓના નામોની જાહેરાત કરી છે. રાધા મોહન સિંહ, મુકલ રાય, રેખા વર્મા, અન્નપૂર્ણા દેવી, ભારતીબેન શિયાળ, ડી કે અરૂણા, એમ ચૂબા આવ, અબદુલ્લા કટ્ટીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે.



પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જેપી નડ્ડાની નવી ટીમને અભિનંદન આપતું ટ્વિટ કરીને લખ્યું, નવી ટીમને અભિનંદન અને શુભકામના. મને વિશ્વાસ છે કે ભારતના લોકોની નિસ્વાર્થ ભાવથી અને સમર્પણ સાથે સેવા કરી આપણી પાર્ટીની ગૌરવશાળી પરંપરાને જાળવી રાખશો. ગરીબોને સશક્ત બનાવવા માટે આકરી મહેનત કરશો.



આ ઉપરાંત બીજેપીની નવી ટીમમાંથી રામ માધવ, મુરલીધર રાવ અને અનિલ જૈનને મહાસચિવ પદેથી હટાવાયા છે. જ્યારે દુષ્યંતકુમાર ગૌતમ, ડી પુરેંદશ્વરી, સીટી રવિ અને તરુણ ચુગની નવા મહાસચિવ તરીકે પસંદગી થઈ છે. આ ઉપરાંત સરોજ પાંડેયને પણ મહાસચિવ પદેથી દૂર કરાયા છે.



બીજેપીએ 23 નવા પ્રવક્તાનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં સંજુ વર્મા, ઈકબાલ સિંહ લાલપુર, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, ગુરુપ્રકાશ, એમ કિકોન, નુપુર શર્મા, રાજુ બિષ્ટ, કેકે શર્માને સ્થાન મળ્યું છે.