જેપી નડ્ડાએ કહ્યું કે, છેલ્લા 50 દિવસોમાં અમે પછાત વર્ગોનો ખ્યાલ રાખ્યો છે. નડ્ડાએ ગ્રામીએ ભારતના તમામ ગામ અને ઘરમાં 2024 સુધી સ્વચ્છ પીવાના પાણીની યોજનાને ક્રાંતિકારી ફેરફાર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, ગામના લોકો જાણે છે કે સ્વચ્છ પીવાનં પાણી તેમના માટે કેટલું મહત્વપૂર્ણ છે. દેશના તમામ ગામ અને ઘરોમાં સ્વચ્છ પીવાની વ્યવસ્થાના દૂરગામી પ્રભાવોને સમજવાની જરૂર છે.
નડ્ડાએ કહ્યું કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં 1.25 લાખ કિલોમીટરના રસ્તાને અપગ્રેડ કરવામાં આવશે. ગામને બજારો સાથે જોડવા પર ધ્યાન આપવામાં આવશે. આ ગ્રામીણ ઇકોનોમીને મજબૂત કરવાનો નિર્ણય છે. નડ્ડાએ સરકારની અનેક યોજનાઓનો ઉલ્લેખ કરી કહ્યું કે 2022 સુધી એક કરોડ 95 લાખ ઘરો સુધી ગેસ, ટોઇલેટ અને જળની સુવિધાઓનું વચન છે. મજૂરોને નિવૃતિ બાદ 3000 રૂપિયા સુધીની પેન્શનના સરકારના નિર્ણયની પણ તેમણે પ્રશંસા કરી હતી.