નવી દિલ્હીઃ ભાજપના અધ્યક્ષ બન્યા બાદ જેપી નડ્ડાએ સોમવારે પ્રથમ વખત કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. દિલ્હી સ્થિત પાર્ટીની હેડઓફિસમાં આયોજીત સ્વાગત સમારોહમાં તેમણે કહ્યું કે, જે વિશ્વાસ, મારામાં રાખવામાં આવ્યો છે તેને લઇને હું આભારી છું. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું જેણે મારામાં વિશ્વાસ મુકી મને આ પદ માટે યોગ્ય માન્યો છે. હું રાજ્યના એકમોનો પણ આભાર માનું છું જેમણે મને વિરોધ વિના પસંદ કર્યો છે.


નડ્ડાએ કહ્યું કે, વડાપ્રધાન મોદીના પાર્ટીના રીતિ નીતિ અંગે ચર્ચા કરતા કહ્યું કે અમે કેવી રીતે અન્ય પાર્ટીઓથી અલગ છીએ. જેને ટોચના નેતૃત્વના આશીર્વાદ મળ્યા છે જેને જો કોઇ જવાબદારી મળે છે તેને હું પુરી તાકાતથી આગળ વધીશ. અમે ફક્ત નીતિઓમાં અલગ નથી પરંતુ તેના પરીણામો પણ અલગ છે.


નડ્ડાએ કહ્યું કે, દેશમાં સૌથી મજબૂત પાર્ટી ભાજપ છે. સૌથી વધુ સાંસદો અને ધારાસભ્યો આપણી પાર્ટીના છે. આપણે રોકાશું નહી. હજુ પણ કેટલાક પ્રદેશો બચ્યા છે. આવનારા સમયમાં આખા ભારતમાં ભાજપનું કમળને આપણે પહોંચાડીશું.