નડ્ડા મોદી સરકારના સ્વાસ્થ્ય જેવા મહત્વના મંત્રાલયો પણ સફળતાપૂર્વક સંભાળી ચૂક્યા છે. સરકારી યોજનાની સફળતા પાછળ પણ જેપી નડ્ડાનો હાથ હોય છે. હવે જેપી નડ્ડા દુનિયાની સૌથી મોટી પાર્ટી બીજેપીની કમાન સંભાળવા જઇ રહ્યાં છે.
સંગઠન ચૂંટણીની ઔપચારિકતા પુરી કરવા માટે આજે બીજેપી અધ્યક્ષ પદ માટે ચૂંટણી પણ થશે, પણ કોઇ બીજો ઉમેદવાર મેદાનમાં નથી. જેના કારણે જેપી નડ્ડા નિર્વિરોધ ચૂંટાઇ જશે.
જેપી નડ્ડાના સમર્થનમાં 21 રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ નામાંકન પત્ર ચૂંટણી અધિકારી રાધામોહન સિંહને જમા કરાવશે, જે રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ જેપી નડ્ડાના સમર્થનમાં નામાંકન પત્ર પ્રસ્તુત કરશે. આમાં દિલ્હી, મધ્યપ્રદેશન, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હિમાચાલ પ્રદેશ અને પંજાબ જેવા રાજ્યો સામેલ છે.