કાર્યક્રમ દિલ્હીના લાલકટોરા સ્ટેડિયમમાં આજે સવારે 11 વાગે શરૂ થશે. કાર્યક્રમને લઇને દર વર્ષની જેમ આ વર્ષે પણ 10માં અને 12માં ધોરણના વિદ્યાર્થીઓમાં ખુબ ઉત્સાહ છે.
પરીક્ષા પર ચર્ચા માટે વડાપ્રધાને ઓનલાઇન અરજીઓ મંગાવી હતી, પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ માટ માનવ સંશાધન મંત્રાલયે રાજ્યોને આની જવાબદારી સોંપી હતી, અને તેના માટે એક બજેટ પણ તૈયાર કરવામાં આવ્યુ હતુ. લગભગ 6 કરોડ રૂપિયા વિદ્યાર્થીઓને રહેવા, આવવા જવાની વ્યવસ્થા કરવા માટે માનવ સંશાધન મંત્રાલયે ખર્ચ ઉઠાવ્યો છે. આનાથી વડાપ્રધાન નજીક આવીને વિદ્યાર્થીઓ પ્રશ્ન પુછીને ચર્ચા કરી શકશે.
પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને પુછવા માટે જે સવાલો મોકલ્યા છે, તેમાં મોટી સંખ્યામાં વાંચન-લેખન, પરીક્ષાનો તનાવ અને સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે.
ત્રણ વર્ષ દરમિયાન વડાપ્રધાનનો પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ ખુબજ સકારાત્મક રહ્યો, તેની અસર વિદ્યાર્થીઓ પર દેખાઇ અને આ જ કારણે આ વખતે કાર્યક્રમમો ખુબ વિસ્તૃત રીતે રાખવામાં આવ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વિદ્યાર્થીની સંખ્યા પણ વધી છે.