જૂહીએ 'હમારે મોદીજી' ગીત ટ્વિટ કરી મોદીને આપી બર્થ-ડેની શુભેચ્છા
abpasmita.in | 17 Sep 2016 08:14 PM (IST)
મુંબઇઃ અભિનેત્રી જૂહી ચાવલાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, તેના મ્યુઝિક ટીચર અને તેના પુત્રએ શનિવારે 66 વર્ષના થયેલા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી માટે તેમના જન્મદિવસ પર એક ખાસ ગીતની રચના કરી હતી. જૂહીએ ટ્વીટ કર્યું હતું કે,"મેરે મ્યુઝિક ટીચર ઓર ઉનકે બેટેને મોદી કે લીધે એક ખાસ ગીત તૈયાર કીયા હૈ. જન્મ દિવસકા ખાસ તોહફા." આ ગીત શુક્રવારે ઑનલાઇન યૂટ્યુબ પર પ્રસિદ્ધ કર્યું હતું. તેનું શિર્ષક 'હમારે મોદીજી ભાવદીપ જયપૂરવાલે' હતું.