નવી દિલ્લીઃ સુપ્રિમ કોર્ટ તરફથી નિયુક્ત લોઢા સમિતિને બીસીસીઆઈને AGMના આયોજન અને સર્વોચ્ચ પરિષદના ગઠન માટે 15 ડિસેંમ્બર સુધીનો સમય આપ્યો છે. આ નિર્ણય રવિવારે સમિતિની બેઠકમાં નક્કી કરવામાં આવ્યો હતો.
પેનલે ભારતીય ક્રિકેટ બોર્ડને 30 ડિસેમ્બર સુધીમાં IPL સંચાલન પરિષદનું પાલન કરવાનો પણ નિર્દેશ કર્યો છે. જ્યારે સર્વોચ્ચ પરિષદમા ફ્રેંચાઈજીના બે સદસ્યો રાખવાના નિર્ણયને પાછો લઈ લીધો છે. કારણ કે, તેમના હિતોના ટકરાવની સ્થિતિ ઉભી થઈ શકે તેમ હતું
સમિતિએ આ સાથે આદેશ કર્યો ક, બધા રાજ્ય સંધોએ 15 નવેમ્બર સુધીમાં તેમના ચુંટણી કરી લેવી જોઈએ અને આ જ સમયમાં બધા ખેલાડીઓની કાર્યકારી સમિતિનુ ગઠન પણ કરી લેવું જોઈએ. હવે એ જોવું રહેશે કે બીસીસીઆઈની AGMની શું સ્થિતિ હશે કારણ કે જૂના સંવિધાન પ્રમાણે તે 21 સપ્ટેમ્બરે થવાની હતી.
બીસીસીઆઈની નવી સમિતિ અને પ્રબંધનની નિયુક્તી 30 ડિસેમ્બર સુધીમાં નવા નિયમો સાથે થવી જોઈએ. હાલમાં રિવ્યૂ પીટીશન પર નિર્ણય ન થાય ત્યા સુધી લાગતું નથી કે, બીસીસીઆઈ તેની સુધારા પ્રકિયાને આગળ વધારી શકે.