નવી દિલ્લી: મહાત્મા ગાંધીની હત્યાને લઈને આરએસએસ પર આપેલા નિવેદન પર માનહાનિના કેસ સામે ઝઝૂમી રહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના નિવેદન પર કાયમ છે. સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીના વકીલે ફરીથી દોહરાવ્યું હતું કે રાહુલ પોતાના નિવેદન પર અડગ છે કે આરએસએસના લોકોએ જ ગાંધીજીની હત્યા કરી હતી અને તેના સામે કેસ લડવા તૈયાર છે.

કોર્ટમાં રાહુલ ગાંધીના વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે રાહુલ પોતાના આરએસએસના લોકોએ ગાંધીજીને ગોળી મારી વાળું નિવેદન પાછું નહીં ખેંચે અને તે નીચલી કોર્ટમાં માનહાનિનો કેસ લડવા તૈયાર છે. જ્યારે આરએસએસે કહ્યું કે રાહુલ ગાંધીનો હેતુ સંઘને બદનામ કરવાનો છે.

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ધુણા અને ભાગલાવાદી આરએસએસના એંજડા વિરુદ્ધ મારી લડાઈ ક્યારેય બંધ નહીં થાય. અગાઉ રાહુલ ગાંધી આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, તેમને આરએસએસને ક્યારેય એવી સંસ્થાના રૂપમાં જવાબદાર ઠેરવ્યા નથી, તેમને મહાત્મા ગાંધીની હત્યા કરી છે.