નવી દિલ્હીઃ આજકાલ બિહારી ગર્લ જ્યોતિ કુમારીની ખુબ ચર્ચા થઇ રહી છે. માત્ર 15 વર્ષની નાની છોકરી જ્યોતિ કુમારીની હિંમતને દાદ આપવી જોઇએ, કેમકે તેને પોતાના બિમાર પિતાને સાયકલ પર બેસાડીને 1200 કિલોમીટર સુધીનો રન કાપ્યો હતો. હવે તેના પર એક ફિલ્મ બનવા જઇ રહી છે, અને આ ફિલ્મમાં જ્યોતિ કુમારી ખુદ ફિલ્મના લીડ રૉલને પ્લે કરશે.


આ ફિલ્મનુ ડાયરેક્શન શાઇન કૃષ્ણા કરવા જઇ રહ્યાં છે. કૃષ્ણાએ જણાવ્યુ કે ફિલ્મને તે જગ્યાઓ પર શૂટ કરવામાં આવશે જે ગુરુગ્રામથી દરભંગા સુધી જ્યોતિ કુમારીની જર્નીનો ભાગ બન્યા હતા, અને એક ડૉડ્યૂમેન્ટ્રી નહીં હોય. આ કેટલીય ઘટનાઓને એકઠી કરીને ફિક્શનલ હશે.

આ ફિલ્મને હિન્દી, અંગ્રેજી અને મૈથિલી ભાષાઓની સાથે સાથે અન્ય ભાષાઓમાં ડબિંગ કરવામાં આવશે. કૃષ્ણાએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય દર્શકો માટે, ફિલ્મનુ ટાઇટલ 'એ જર્ની ઓફ એ માઇગ્રેટ' હશે, અને ફિલ્મને 20 ભાષાઓમાં ટાઇટલ આપવામાં આવશે.



જ્યોતિ કુમારી બિહારના દરભંગાની રહેવાસી છે. તે પોતાના બિમાર પિતાને સાયકલ પર બેસાડીને દિલ્હીથી પોતાના ઘરે બિહારના દરભંગા લઇ જાય છે. તેનો વીડિયો અને તસવીરો પણ ખુબ વાયરલ થઇ હતી. જ્યોતિ કુમારીની તાકાતની અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાન્કા ટ્રમ્પે પણ પ્રસંશા કરી હતી. જ્યોતિ કુમારીના પિતા મોહન પાસવાન દિલ્હીમાં રિક્શા ચલાવીને પરિવારનુ ભરણપોષણ કરતા હતા.