નવી દિલ્હી: ફિલ્મ ‘કબાલી’ની ચારે બાજુથી ચર્ચા થઈ રહી છે, પરંતુ તેની વચ્ચે રજનીકાંતના એક ફેને એવું કામ કરી બતાવ્યુ, જે કોઈ હીરોથી ઓછું નથી. ચેન્નાઈના મૉડલ વસંત પૉલે શુક્રવારે  ફેસબુક પોસ્ટમાં જણાવ્યું કે, જ્યારે તે કબાલીનો પહેલો શો જોઈને પાછો ફરી રહ્યો હતો, ત્યારે એક અજીબોગરીબ ઘટનાએ તેનો રસ્તો રોકી દીધો હતો.


સંતે ઘાયલ અવસ્થામાં પોતાની એક તસવીર શેયર કરીને લખ્યું છે કે, મારા શરીરે ઘણી જગ્યાએ ઈજા પહોંચી છે, પરંતુ તે ઘટનાથી મને ગર્વ છે.. આજનો દિવસ ખૂબ સારો હતો. મેં કબાલી જોઈ, અને તે પણ પહેલો દિવસ અને પહેલો શો... મારી સાથે ઘણાં દોસ્તોએ ફિલ્મની મઝા કરી અને જ્યારે ઘરે પાછા ફરી રહ્યા હતા, ત્યારે એક ઘટના બની હતી.



વસંતે ઘટના વિશે જણાવ્યું કે, અમે ઘરની તરફ એક શોર્ટ રસ્તાથી આવી રહ્યા હતા. અને વચ્ચે પેશાબ કરવા માટે રોકાયા હતા. ત્યારબાદ સિગરેટ પીધી અને તેના પછી જે ઘટના બની તેને હું કદાપી ભૂલી શકું તેમ નથી. વસંતે લખ્યું કે, મારી પાછળ એક ખાલી જમીન હતી અને ત્યાં નીચેથી જોરજોરથી કોઈ બૂમો પાડતું હોય તેવા અવાજો આવી રહ્યા હતા. થોડી વાર મેં એવું વિચાર્યું કે કદાચ કોઈ પ્રાણી હશે. પરંતુ થોડી વારમાં હું સમજી ગયો કે, આ કોઈ માણસનો અવાજ છે.

તેના પછી વસંત જોરથી બૂમો પાડી રસ્તા પર જઈ રહેલા લોકોને મદદ માટે બોલાવતો રહ્યો. વસંતે જોયું કે ત્યાં ત્રણ માણસો હતો, તેમાં એક વ્યક્તિ અંદરોઅંદર ઝઘડી રહ્યા હતા. જ્યારે બાકી બે યુવકો એક યુવતીના કપડાં ઉતારવાની કોશિશ કરી રહ્યા હતા. મેં વિરોધ કરતાં તેમને મારી સાથે એક મોટા દોરડાથી ગળું દબાવવાની કોશિશ કરી હતી. વસંતે વધુમાં લખ્યું કે, હું જેટલો વધારે વિરોધ કરી રહ્યો હતો, તે લોકો મારી સાથે સખ્તાઈથી વર્તી રહ્યા હતા. સ્થિતિ ગંભીર બનતી જણાઈ રહી હતી. પરંતુ એટલામાં સારું બન્યું કે, તે યુવતી મારા કારણે ત્યાંથી બચીને ભાગવામાં સફળ રહી, એટલામાં મારા ઉપર એક રિક્ષાવાળાનું ધ્યાન ગયું હતું, અને તેને મને બચાવ્યો હતો. તેમને સાથે મળીને તે ત્રણ લોકો સાથે મારપીટ કરી હતી. પરંતું તે લોકો ભાગી ગયા હતા.

વસંતે આગળ લખ્યું કે, યુવતીના કહેવાથી મે પોલીસ ફરિયાદ કરી નહોતી, પરંતુ દુખદ વાત એ હતી કે આગલા અડધા કલાક સુધી વસંતને તે વિસ્તારમાં એક પણ પોલીસવાળો મળ્યો નહોતો. વસંતે અંતમાં લખ્યું હતું કે, કોઈ પણ પરિસ્થિતિમાં તમે ગભરાવવાની જરૂર નથી. જો કારણ સાચું હશે તો દુનિયા તમારો સાથ આપશે.”