નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ સાંસદ મહાબલ મિશ્રા તથા તેમના સમર્થકો સામે PWDએ જબરદસ્તીથી ફ્લાયઓવરનું ઉદ્ધાટન કરવાની ફરિયાદ નોંધાવી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રવિવારે વિકાસપુરી અને મીરા બાગની વચ્ચે બનેલા એલિવેટેડ કૉરિડોરનું ઔપચારિક ઉદ્ધાટન કરવાના હતા. જ્યારે પૂર્વ કોંગ્રેસી સાંસદ તથા તેમના સમર્થકોએ શનિવારે ફ્લાયઓવરને જબરદસ્તીથી ખોલી નાંખ્યો હતો. જેના લીધે એફઆઈઆર નોંધાવવામાં આવી છે.

મહાબલ મિશ્રાએ એક નિવેદન જાહેર કરીને દાવો કર્યો છે કે, એલીવેટેડ ફ્લાયઓવરના નિર્માણ માટે કોંગ્રેસે જ ફાળો આપ્યો હતો. પીડબ્લ્યૂડીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, વિભાગે મિશ્રા અને તેમના અનેક સમર્થકોની સાથે જબરદસ્તીથી ફ્લાયઓવરનું ઉદ્ધાટન કરવાના લઈને પ્રાથમિક ફરિયાદ નોંધાવવામાં આવી છે.