Kalyan Singh : પીએમ મોદીએ કલ્યાણ સિંહને આપી શ્રદ્ધાંજલિ, બોલ્યા- તેમને પોતાના નામને સાર્થક કર્યુ

Kalyan Singh Death: ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું 89 વર્ષની ઉંમરે નિધન

gujarati.abplive.com Last Updated: 22 Aug 2021 03:19 PM
કલ્યાણ સિંહને પીએમએ આપી શ્રદ્ધાંજલિ

મોદીએ કહ્યું -આપણા બધા માટે અપૂરણીય ક્ષતિ છે. કલ્યાણ સિંહજીના માતા-પિતાએ જે નામ આપ્યુ હતુ તેમને તે નામને સાર્થક કર્યુ. તે જીવનભર જન કલ્યાણ માટે જીવ્યા. તેમને કલ્યાણને પોતાનો જીવનમંત્ર બનાવ્યો. બીજેપી, જનસંઘ આખા પરિવારને એક વિચાર માટે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનુ જીવન સમર્પિત કર્યુ. 

કલ્યાણ સિંહ જન કલ્યાણ માટે જીવ્યા

પીએમ મોદીએ કહ્યું કે, કલ્યાણ સિંહજી દેશના ખુણા ખુણામાં વિશ્વાસનુ નામ બની ગયા હતા. જીવનના મોટાભાગના સમય જન કલ્યાણ માટે હંમેશા પ્રયત્ન કરતા રહ્યાં. તેમને જ્યારે પણ જે જવાબદારી સોંપાઇ તો તેઓ હંમેશા પ્રેરણા કેન્દ્ર બન્યા. આપણે એક મૂલ્યવાન વ્યક્તિત્વ અને સામર્થ્યવાન નેતા ગુમાવ્યો.

પીએમ સાથે યોગી-નડ્ડા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખનઉ જઇને પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. આ દરમિયાન પીએમ મોદી સાથે સીએમ યોગી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા હાજર હતા. 

પીએમ મોદીએ કલ્યાણ સિંહને શ્રદ્ધાંજલિ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખનઉ જઇને પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યાં. મોદી આજે સવારે લખનઉ એરપોર્ટ પહોચ્યા હતા, એરપોર્ટથી મોદીનો કાફલો કલ્યાણ સિંહના આવાસ માટે રવાના થયો હતો. 

લાલકૃષ્ણ અડવાણીએ શોક વ્યક્ત કર્યો

લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને મારા સૌથી નજીકના સહયોગી કલ્યાણ સિંહના નિધન પર ઉંડો શોક વ્યક્ત કરુ છું. અડવાણીએ કહ્યું- કલ્યાણ સિંહ ભારતીય રાજનીતિના એક દિગ્ગજ અને જમીની સ્તરના દિગ્ગજ નેતા હતા, જેમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ પહેલીવાર ઉત્તરપ્રદેશમાં સરકાર બનાવી. તેમને નબળા વર્ગોના ઉત્થાન માટે સખત મહેનત કરીને જનતા માટે ખુદને પ્રિય બનાવ્યા, અને રાજ્યની સમગ્ર પ્રગતિમાં યોગદાન આપ્યુ.

રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રતિએ શોક વ્યક્ત કર્યો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કલ્યાણ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, તેમનુ જનતા સાથે અદભૂત જોડાણ હતુ. વળી ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના નિધન પર શોક વ્યક્ત કરો અને તેમેન રાષ્ટ્રવાદી બેમિસાલ નેતા ગણાવ્યા. 

પીએમ મોદી વ્યક્ત કર્યો શોક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલ્યાણ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમને કહ્યું હતુ કે ભારતની સાંસ્કૃતિક વિરાસતને સમૃદ્ધ કરવામાં તેમને મુખ્ય ભૂમિકા નિભાવી તથા આવનારી પેઢીઓ આ માટે તેમની આભારી રહેશે. તેમને કલ્યાણ સિંહના પૂત્ર રાજવીર સિંહ સાથે વાત કરી અને સંવેદના પ્રગટ કરી.

ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કલ્યાણ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે, તેમને શોક વ્યક્ત કરતા ઉત્તરપ્રદેશમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. તેમને ઉત્તરપ્રદેશમાં 23 ઓગસ્ટે એક દિવસની સાર્વજનિક અવકાશની પણ જાહેરાત કરી છે. 

પીએમ મોદી કલ્યાણસિંહને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલ્યાણસિંહને શ્રદ્ધાંજલિ અર્પવા માટે લખનઉ પહોંચી ગયા છે, તે પૂર્વ સીએમને શ્રદ્ધાંજલિ આપશે. મોદી એરપોર્ટ પરથી કલ્યાણ સિંહના અંતિમ દર્શન માટે રવાના થઇ ગયા છે. 

કલ્યાણ સિંહની રાજકીય સફર

કલ્યાણ સિંહનો જન્મ 5 જાન્યુઆરી 1932 ના રોજ થયો હતો.
1991 માં પ્રથમ વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા.
કલ્યાણ સિંહ બીજી વખત 1997-99 માટે બીજી વખત મુખ્યમંત્રી બન્યા.
કલ્યાણ સિંહ ઉત્તર પ્રદેશના રાજકારણમાં હિન્દુત્વનો ચહેરો હતા.
બાબરી મસ્જિદ તોડવાની ઘટના 6 ડિસેમ્બર 1992 ના રોજ તેમના મુખ્યમંત્રીપદ દરમિયાન બની હતી. ઘટના બાદ રાજીનામું આપવું પડ્યું.
2009 માં સમાજવાદી પાર્ટીમાં જોડાયા.
26 ઓગસ્ટ 2014 ના રોજ તેઓ રાજસ્થાનના રાજ્યપાલ બન્યા.
1999 માં ભાજપ છોડી, 2004 માં ફરી ભાજપમાં જોડાયા.
2004 માં બુલંદશહેરથી ભાજપના સાંસદ બન્યા. 2009 માં, એટાથી અપક્ષ સાંસદ બન્યા.
2010 માં કલ્યાણ સિંહે પોતાની પાર્ટી જન ક્રાંતિ પાર્ટી બનાવી.
કલ્યાણ સિંહ, જે ઉત્તરપ્રદેશની અતરૌલી વિધાનસભાથી અનેક વખત ધારાસભ્ય હતા.

ઓમ બિરલાએ શોક વ્યક્ત કર્યો

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ટ્વીટ કર્યું હતું કે, આજે કલ્યાણ સિંહ જીના નિધનથી અમે એવા મહાન વ્યક્તિત્વને ગુમાવ્યું છે જેમણે તેમની રાજકીય કુશળતા, વહીવટી અનુભવ અને વિકાસ લક્ષી અભિગમથી રાષ્ટ્રીય સ્તરે અમીટ છાપ છોડી છે. તેઓ વંચિતોના ઉત્થાન અને તમામ વર્ગોના કલ્યાણ માટે સમર્પિત હતા. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે. તેઓ તેમની સરળતા અને સરળતાને કારણે લોકોમાં લોકપ્રિય હતા. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે તેમણે રાજ્યના વિકાસને નવી ગતિ આપી. બંને રાજ્યોને રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકેના તેમના લાંબા અનુભવનો લાભ પણ મળ્યો. તેમનું મૃત્યુ રાજકારણના એક યુગનો અંત છે. "

અર્જૂન રામ મેઘવાલે શોક વ્યક્ત કર્યો

ભાજપના સાંસદ અર્જુન રામ મેઘવાલે કહ્યું, “ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજસ્થાનના ભૂતપૂર્વ રાજ્યપાલ, આદરણીય શ્રી કલ્યાણ સિંહજીના નિધન પર ભાવનાત્મક શ્રદ્ધાંજલિ, તમામ ભાજપના કાર્યકરો માટે માર્ગદર્શક અને પ્રેરણા. તેમનું અવસાન ભારતીય રાજકારણ અને ભાજપ માટે ક્યારેય ન ભરી શકાય તેવી ખોટ છે. શાંતિ. "

કલ્યાણસિંહનુ નિધન

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું 89 વર્ષની ઉંમરે નિધન થયું છે. સંજય ગાંધી પીજીઆઈની ક્રિટિકલ કેર મેડિસિનના આઈસીયુમાં 4 જુલાઈએ તેમને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા. લાંબી માંદગી અને શરીરના ઘણા ભાગોમાં ક્રમશ નિષ્ક્રિયતાને કારણે તેમણે આજે અંતિમ શ્વાસ લીધા હતા.

બ્રેકગ્રાઉન્ડ

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું 89 વર્ષની ઉંમરે નિધન થયું છે. સંજય ગાંધી પીજીઆઈની ક્રિટિકલ કેર મેડિસિનના આઈસીયુમાં 4 જુલાઈએ તેમને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.