Kamal Haasan Covid Positive: અભિનેતા-રાજનેતા કમલ હાસન કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે. તાજેતરમાં અમેરિક ટ્રિપથી પરત ફરેલા અભિનેતાએ સોશિયલ મીડિયા દ્વારા ફેંન્સને આ જાણકારી આપી છે. કમલ હાસને વેક્સિની લીધી હોવા છતાં સંક્રમિત થયા છે.
કલમ હાસને ટ્વીટ કરીને લખ્યુ, યુએસ ટ્રિપથી પરત ફર્યા બાદ હળવી ખાંસી હતી. તપાસમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે. હું હોસ્પિટલમાં આઈસોલેટ છું. મહામારી હજુ સમાપ્ત થઈ નથી. તમે બધા સુરક્ષિત રહો.
કૃષિ કાનૂનની વાપસી પર કર્યુ હતું ટ્વીટ
ત્રણ કૃષિ કાયદા પરત લેવાના મોદી સરકારના નિર્ણયનું સ્વાગત કરતાં કમલ હાસને ટ્વીટ કરીને લખ્યું હતું કે, ખેડૂતોના અહિંસક સંઘર્ષનો વિજય થયો છે. તેમની રાજકીય પાર્ટી મક્કલમ નિધિ મય્યમે પણ આ કાનૂનનો વિરોધ કર્યો હતો.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 8488 નવા કેસ નોંધાયા છે અને 249 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 12.510 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. આજે નોંધાયેલા કેસ 538 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,18,443 પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5080 કેસ નોંધાયા છે અને 40 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 116,87,28,385 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 32,99,337 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 63,25,24,459 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 7,83,5679 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.
- કુલ કેસઃ 3 કરોડ 45 લાખ 08 હજાર 413
- કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 39 લાખ 22 હજાર 218
- એક્ટિવ કેસઃ 1 લાખ 18 હજાર 443
- કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 65 હજાર 598