નવી દિલ્હી: હિંદી ભાષાને લઈ ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર કમલ હસનને આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. કમલ હાસને સોમવારે કહ્યું, અનેક્તામાં એક્તા છે કોઇ શાહ, સમ્રાટ અથવા સુલતાન આ વાયદાને અચાનકથી ખતમ નહિ કરી શકે.


કમલ હાસને આ મુદ્દે વીડિયો જાહેર કર્યો છે. તેમના મતે ભાષાને લઇને વધુ એક આંદોલન થશે જે તમિલનાડુમાં જલીકટ્ટુ વિરોધ પ્રદર્શનની સરખામણીએ ખૂબ મોટું હશે. અમે દરેક ભાષાઓનું સન્માન કરીએ છીએ પરંતુ તમિલ અમારી માતૃભાષા રહેશે. રાષ્ટ્રગાન લખનાર કવિએ રાષ્ટ્રગાનની અંદર દરેક ભાષા અને સંસ્કૃતિને ઉચિત સન્માન આપ્યું છે તેથી આ આપણું રાષ્ટ્રગાન બની ગયું છે.

નોંધનીય છે કે, અમિત શાહે 14 સ્પટેમ્બરના કહ્યું હતું કે હિન્દી આપણી રાજભાષા છે. આપણા દેશમાં ઘણી ભાષા બોલાય છે પણ એક એવી ભાષા હોવી જોઇએ જે દુનિયાભરમાં દેશની ઓળખને આગળ વધારે અને હિન્દીમાં આ ખૂબીઓ છે. કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને બંગાળના નેતા આ મુદ્દે પહેલા જ વિરોધ નોંધાવી ચૂક્યા છે.