નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના એક દિવસ પહેલા સોમવારે નમો એપનું વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. નવા વર્ઝનમાં વધારે ફિચર ઉમેરવામાં આવ્યા છે અને ટ્રાફિક વધારવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. મંગળવારે પીએમ મોદી તેમના ગૃહવતન ગુજરાતમાં બર્થ ડે ઉજવશે.


પીએમ મોદીએ ટ્વિટ કરીને જાણકારી આપતા લખ્યું, નમો એપનું નવું એપડેટ. જે પહેલા કરતાં વધારે ઝડપી અને સરળ છે. સરળ રીતે વિશેષ કન્ટેન્ટને એક્સેસ કરી શકાય છે. આપણી વાતચીતને વધારે શ્રેષ્ઠ બનાવવા માટે નવું વર્ઝન અપનાવો.

લોકસભા ચૂંટણી બાદ નમો એપનું આ પ્રથમ અપડેટ છે. જેમાં મોદીની રાજકીય યાત્રાને મલ્ટીમીડિયા વર્ઝનમાં દેખાડવામાં આવશે અને દેશમાં ભાજપ દ્વારા આયોજિત પ્રદર્શનની ઝલક પણ બતાવાશે. એપના નવા વર્ઝનમાં વન ટચ નેવિગેશન, નવા કંટેંટ સેક્શન નમો એકસક્લૂસિવ પણ છે.


નમો એપ લોંચ થયા બાદ 1.5 કરોડથી વધારે ડાઉનલોડ થઈ ચુકી છે. એપમાં એનડીએ સરકાર દ્વારા કરવામાં આવેલા કામ દર્શાવતા ઈન્ફોગ્રાફિક્સ પણ છે. જેમાં નમો મર્ચેંડાઇઝ તથા માઇક્રો-ડોનેશન જેવા સેક્શન છે. આ એપમાં યૂઝર્સને સીધા પ્રધાનમંત્રી મોદીના મેસેજ મળી શકે છે.

લ્યો બોલો, UPમાં પોલીસે બળદગાડાને પણ ફટકાર્યો મેમો, જાણો વિગતે

શું T-20 ક્રિકેટમાં કુલદીપ-ચહલની અવગણના થઈ રહી છે ? જાણો વિગતે