નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ રંગના કનૌત કોઇ પણ મુદ્દા પર પોતાના વિચારો રજૂ કરવા માટે જાણીતી છે.તાજેતરમાં જ દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાને લઇને થઇ રહેલા વિરોધ પર પોતાનો વિચાર રજૂ કર્યો હતો અને કંગનાને આ મુદ્દા પર બોલિવૂડના મૌન પર ગુસ્સો છે. કંગનાએ કહ્યું કે, એક્ટરોએ પોતાના પર શરમ આવવી જોઇએ. મને એ વાતમાં કોઇ શંકા નથી કે બોલિવૂડ ડરપોક લોકોથી ભરેલું છે. તેમની પાસે એક જ કામ છે 20 દિવસમાં અરીસો જુએ છે અને જ્યારે તેમને પૂછવામાં આવે તો તેઓ કહે છે કે આજે અમારી પાસે વિજળી છે અને અમારી પાસે જરૂરતની તમામ ચીજો છે. અમે વિશેષાધિકાર ધરાવીએ છીએ તો અમારે દેશ વિશે ચિંતા કરવાની કોઇ જરૂર નથી.


કંગનાએ  કહ્યું કે, કેટલાક આર્ટિસ્ટ તો વિચારે છે કે અમે કલાકાર છીએ અને અમારે દેશની ચિંતા કરવી જોઇએ નહીં. પરંતુ મારા તમે તેમને પ્રથમ સવાલ કરવો જોઇએ એટલા માટે હું આગળ આવી છું. કેટલાક લોકો વિચારી રહ્યા છે કે તેઓ દેશ અને જનતાથી ઉપર છે. જેથી મને લાગે છે કે #ShameonBollywood સોશિયલ મીડિયા ટ્રેન્ડ એકદમ યોગ્ય છે.