નવી દિલ્હીઃ કોગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બુધવારે ઝારખંડના પાકુરમાં ચૂંટણી રેલીને  સંબોધિત કરી હતી. રેલીને સંબોધિત કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, અહીંના પાણી, જમીનના માલિક તમે છો. સંઘર્ષની આ શીખ તમારા મહાન યૌદ્ધા સિદ્ધુ અને કાન્હુ પાસેથી મળી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે, તમારા જળ, જંગલ અને જમીનના સંઘર્ષમાં ઇન્દિરા ગાંધીજી હંમેશા તમારી સાથે રહ્યા છે. આના પર તમારા અધિકાર જાળવી રાખવા માટે કામ કર્યું છે પરંતુ ભાજપ સરકાર અમીરો-મિત્રો માટે જમીન છીનવી રહી છે.


પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આ ચૂંટણી તમારી માટી અને માતાની ચૂંટણી છે. તમારી આત્માની ચૂંટણી છે. જ્યારથી ભાજપ સરકાર તમારા રાજ્યમાં આવી છે ત્યારથી તમારી આત્મા પર હુમલો કર્યો છે. તમારા આદિવાસીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. તમારી આદિવાસી સંસ્કૃતિ પર તેઓ પ્રહાર કરે છે. જે કાયદાઓ તમારી સંસ્કૃતિને બચાવવા માટે બનાવવામાં આવ્યા છે એ કાયદાઓને તોડવા ભાજપ પૂરો પ્રયાસ કરી રહી છે. ભાજપની સરકાર પ્રચારમાં સુપર હીરો છે પરંતુ કામમાં સુપર ઝીરો છે.


ગાંધીએ કહ્યુ કે, જંગલના હજારો રંગ હોય છે પરંતુ ભાજપની વિચારધારા આ રંગો પ્રત્યા આંધળી છે. સત્ય તો એ છે કે ભાજપે 12 લાખ ગરીબ પરિવારોના રેશન કાર્ડ રદ કરી દીધા છે. કોગ્રેસ સરકારમાં 35 કિલો ચોખા મળતા હતા આજે ભાજપના રાજમાં 5 કિલો મળી રહ્યા છે.