નવી દિલ્હીઃ ભાજપના બિહાર ચૂંટણી પ્રભારી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એ અટકળોને ફગાવી દીધી છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, એક્ટ્રેસ કંગના રનૌત બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની સ્ટાર પ્રચારકોમાંથી એક હશે.

બોધગયામાં એક સવાલના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ભાજપની પાસે દેશના પીએમ મોદી ખુદ એક મોટા સ્ટાર પ્રચારક છે. એવામાં પીએમ મોદીના રહેતા કોઇ અન્ય સ્ટાર પ્રચારકની જરૂરત નથી.

બિહારમાં એનડીએમાં ભાજપના નાના ભાઈની ભૂમિકામાં હોવાને લઈને પૂછવા પર તેમણે કહ્યું કે, કોઈ નાનું મોટું નથી. બધા એક બીજાના સહયોગી છે. જેડીયૂ, ભાજપ અને એલજેપી એક બીજાની સાથે સહયોગ કરી બિહારમાં એનડીએની ભારી બહુમતીવાળી સરકાર બનાવશે. તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને સલાહ આપી કે કંગના રનૌત સાથે લડવાની જગ્યાએ કોરોના સામે લડાઈમાં પોતાનું ધ્યાન આપે.

તમને જણાવીએ કે, કંગની રનૌત અને મહારાષ્ટ્ર સરકાર હાલમાં આમને સામને છે. હાલમાં મહારાષ્ટ્ર સરકાર સાથે વિવાદ થયા બાદ બીએમસીએ ગેરકાયેદસર નિર્માણ હોવાનું કહીને કંગના રનૌતની ઓફીસ પર બુલડોઝર ચલાવી દીધું હતું, ત્યાર બાદથી કંગનાએ સીએમએ ઉદ્ધવ ઠાકરે વિરૂદ્ધ મોર્ચો ખોલ્યો છે.